દુર્ઘટના:શેખપર પાસે બાઇકચાલકને ડમ્પરે અડફેટે લેતા ઈજા ગંભીર

મૂળી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકચાલકની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયો

મૂળીનાં શેખપર નજીક મોડી સાંજે બાઇક ચાલક રોડપર જઇ રહ્યો હતો. સુરેન્દ્રનગર તરફ જતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા આગ લાગવાનો બનાવ બનતા ભાગદોડ મચી જવા પામી હતી. મૂળીનાં શેખપર ગામ પાસે મોડી સાંજે બાઇકને પુરપાટ ઝડપે આવતા ડમ્પરે ઢસડ્યુ હતુ. જેમાં ડમ્પરની સ્પીડ એટલી હતી કે દોઢ કિમી સુધી બાઇક રોડ સાથે ઢસડી બાઇકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.

જ્યારે અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108ની મદદથી સુરેન્દ્રનગર ખસેડાયો હતો. જ્યારે બાઇક અને ડમ્પરમાં આગળનાં ભાગે આગ લાગતા સુરેન્દ્રનગર ફાયર ટીમને બોલાવી આગપર કાબુ મેળવાયો હતો.મુળી પોલીસે તપાસ હાથ ધરી.

સવાલ : ડમ્પરની નંબરપ્લેટ કેમ છુપાવાઈ
પુરપાટ ઝડપે બાઇકચાલકને અડધો કિમી ઢસડી અકસ્માત સર્જનાર ડમ્પરને એકપણ નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી ન હતી જેથી કોઇ બે નંબરમાં ચાલતુ હોવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં જોર પકડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...