તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મૂળી હાઇવે પરની બાયો ડીઝલનું દુકાનમાંથી વેચાણ ઝડપાયું

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાંકા, મોટર સહિત 4.23 લાખનો મુદ્દામાલ પકડ્યો

મૂળી હાઇવેપર આવેલ દુકાનમાં આઉટલેટ ગોઠવી બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું જિલ્લાપુરવઠા અધિકારીને ધ્યાને આવતા એક શખસ સામે કાર્યવાહી કરી હતી. જેમાં બાયોડીઝલ, ટાંકા, મોટર સહિત 4.23 લાખનો મુદામાલ સિઝ કરી કાર્યવાહી કરાતા ચકચાર ફેલાઇ છે.

જિલ્લા પુરવઠા અધિકારી ચેતન મિશન, વાય.પી. રાણા, પી.જે. દવે, પી.પી. મહેતા, મૂળી મામલતદાર હર્ષ પટેલ સહિતની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી માંડવરાયજી પેટ્રોલપંપ સામે આવેલી દુકાનમાં તપાસ આરંભી હતી.

જેમાં આઉટલેટ ગોઠવી કરમશીભાઇ કાળુભાઇ ભરવાડ નામનાં શખસ દ્વારા ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરાતું હોવાનું જાણવા મળ્યુ હતું. આથી સ્થળ પરથી 6000 હજાર લીટર બાયોડીઝલ, સાત ટાંકા તેમજ બે મોટર સહિત 4,23,700નો મુદામાલ સિઝ કરી કાર્યવાહી કરી હતી.

આવું વેચાણ તંત્રને કેમ ધ્યાને ન આવ્યું ?
સુરેન્દ્રનગર-મૂળી હાઇવે પરની હોટેલો અને દુકાનો જાણે ગેરકાયદે વેચાણ કરવાનું પીઠુ બની ગઇ હોય તેમ ગેરકાયદે વેપલા થઇ રહ્યા છે. બાયોડીઝલનું વેચાણ જે જગ્યાએ ઝડપાયું ત્યાં હાઇવેથી માત્ર 50 ફૂટનાં અંતરે રોડ પર જ ઝડપાયું. ત્યારે કેટલા સમયથી ચાલતુ હતું. અત્યાર સુધી સ્થાનિક તંત્ર ને કેમ ધ્યાને ન આવ્યું?

અન્ય સમાચારો પણ છે...