વિકાસ:મૂળી તાલુકાનો રૂ. 1 કરોડનાં ખર્ચે વિકાસ કરવામાં આવશે

મૂળી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં લોકોને પાયાની સુવિધાઓ મળે તે માટે તાલુકા પંચાયત દ્વારા તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં અંદાજે રૂ.1.કરોડનાં ખર્ચે 70થી વધુ કામોનું પ્રમુખનાં હસ્તે ખાત મુર્હત કરાયું હતું. જે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

મૂળી તાલુકાનાં ગામડાઓ સુવિધાઓ ગામડે ગામડે પહોંચે તે માટે તાલુકા પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ રધુભાઇ સાપરાની અધ્યક્ષતામાં આયોજનની બેઠક મળી હતી. જેમાં દરેક ગામોને ધ્યાને લઇ અંદાજે એક કરોડનાં ખર્ચે વિવિધ કામો જેમાં પ્રાથમિક સુવિધાને લગતા કામો હાથ ધરવામાં આવશે. જેમાં મૂળીનાં 40 જેટલા ગામોમાં નરેગા અને 15માં નાણાપંચ થકી 70થી વધુ કામો આગામી સમયમાં હાથ ધરાશે. જે કામોનું પ્રમુખનાં હસ્તે ખાતમુર્હત કરાયું હતું. જેથી ગ્રામ્ય વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આ પ્રસંગે ડીસ્ટ્રિક્ટ બેંકનાં ચેરમેન હરદેવસિંહ પરમાર, રાજભા, અનિરુદ્ધસિંહ, કારોબારી ચેરમેન કનુભાઇ સાતોલા, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...