આપઘાતનાં કેસો:મૂળી તાલુકામાં સતત વધતા આપઘાતનાં કેસો: 1 વર્ષમાં 49 લોકોના મોત થયા

મૂળી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ શારીરિક, માનસિક, આર્થિક પરિસ્થિતિ મુખ્ય કારણ હોઈ શકે : મનોવૈજ્ઞાનિક

મૂળી તાલુકામાં દિવસે ને દિવસે આપઘાતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે મૂળી તાલુકામાં છેલ્લા 1 વર્ષમાં 49 લોકોએ પોતાના જીવ આપી મોતને વ્હાલુ કર્યું છે. જે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. હાલનાં સમયમાં લોકો પોત પોતાની દુનિયામાં જીવતા થયા છે તેમજ મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારોમાં આજે પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. સાથે યુવકોમાં વધારે પડતા મોબાઇલ અને ટેકનોલોજીનાં વપરાશથી સ્વભાવમાં ચીડિયાપણુ જોવા મળે છે. સાથે યુવક-યુવતીઓમાં સહનશીલતા ઓછી થવા લાગી છે.

ત્યારે આજ વિવિધ કારણોથી મૂળી તાલુકામાં આત્મ હત્યાનાં બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 1 વર્ષમાં વિવિધ રીતે 49 જેટલા સ્ત્રી-પુરૂષે પોતાનાં જીવ આપી મોતને વ્હાલુ કર્યું છે. જેમાં સૌથી વધુ પ્રેમીપંખીડાનો સમાવેશ થાય છે. સાથે ઘર કંકાસ પણ એટલું જ જવાબદાર બન્યુ છે. ત્યારે આ બાબતે કોઇ સામાજીક સંસ્થા કે એનજીઓ દ્વારા સ્કુલો કે ગામડાઓમાં યોગ્ય માર્ગદર્શન અપાય કે સેમિનાર યોજાય તો આંકડો ઘટી શકે તેમ સ્થાનિક અગ્રણીઓ પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. આ આંકડો માત્ર સરકારી ચોપડે નોંધાયેલો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ માન્યતાના કારણે આપઘાતમાં પીએમ કરાવવા સહિતની કાર્યવાહીમાં ન પડતા કુટુંબ મેળે જ અંતિમવિધિ કરાતી હોય છે.

કોરોનાનો સમય તણાવમાં મુકતો ગયો
હાલ માનવી અનેક માનસિક પીડાઓથી ઘેરાઇ રહ્યો છે ત્યારે કોરોનાકાળનાં આધાતજનક સમય પસાર કર્યા બાદ સતત તણાવ, ચિંતા, ઉદાસિનતા, આવી છે. જેનું મુખ્ય કારણ આર્થિક, સામાજીક ,કૌટુંબિક અસ્થિરતા પણ છે. જેથી માનસિક અસ્થિરતાનાં કારણે લોકો આત્મહત્યાનાં પગલા ભરી રહ્યા છે. > ડૉ.પ્રતિક આચાર્ય, મનોવિજ્ઞાન પ્રોફેસર

ધર્મ, પરિવારથી અળગાપણું મુખ્ય કારણ
ગ્રામ્ય વિસ્તારમાં બનતા આપઘાતનાં બનાવોમાં શિક્ષણનો અભાવ મુખ્ય કારણ છે જ સાથે મોટા શહેરોની જેમ ખુલ્લાપણું ન હોવાથી કોઇને દુ:ખ ન કહેવાથી અને ધર્મ તેમજ પરિવારથી અલગ રહેવાની ભાવનાથી આપધાતનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે. > હરિપ્રકાશદાસજી સ્વામી

અન્ય સમાચારો પણ છે...