તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મૂળીનાં નિવૃત્ત આર્મીમેનનો સેવાયજ્ઞ, યુવાનો દેશ સેવામાં જોડાય માટે ફ્રીમાં તાલીમ, માર્ગદર્શન આપે છે

મૂળી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૂળીનાં વિહોતર પા વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન હિતેન્દ્રસિંહ પરમાર 20થી વધુ યુવકોને તાલીમ અપાય છે. - Divya Bhaskar
મૂળીનાં વિહોતર પા વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન હિતેન્દ્રસિંહ પરમાર 20થી વધુ યુવકોને તાલીમ અપાય છે.
 • 20થી વધુ યુવકો આર્મી, પોલીસની તૈયારી કરે છે, 4 યુવકે ગ્રાઉન્ડ પણ પાસ કર્યું

ળી તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ખુબજ જોવા મળે છે જેથી સરકારી નોંકરીયાત પણ ઓછા છે. ત્યારે મૂળીમાં આર્મીમાંથી નિવૃત થયા બાદ વધારાના સમયમાં સ્થાનિકો લોકોને મદદરૂપ થવાનાં સંકલ્પથી 20થી વધુ યુવકોને આર્મી અને પોલીસની ફ્રીમાં તૈયારી કરાવી રહ્યાં છે. હાલ ભાગદોડ ભરી જીંદગીમાં લોકોને અન્ય માટે કામગીરી કરવાનો સમય જ નથી ત્યાં મૂળીનાં નિવૃત આર્મીમેન સેવાકિય પ્રવૃતિ કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

મૂળીનાં વિહોતર પા વિસ્તારમાં રહેતા અને આર્મીમાં 18 વર્ષ પુર્ણ કરી આવેલ હિતેન્દ્રસિંહ પરમાર હાલ સ્થાનિક યુવકો વધુને વધુ આર્મી અને પોલીસ ફોર્સમાં જોડાય તે માટે પોતાનો સમય બચાવી છેલ્લા ધણા સમયથી 20થી વધુ સ્થાનિક યુવકોને ગ્રાઉન્ડ લેવલે વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. જેમા દોડ , પુલઅપ્સ, ઉંચીકુદ, લાંબીકુંદ સહિત વિવિધ પ્રવૃતિ નિ:શુલ્ક કરવામાં આવી રહી છે.

જેથી જ તાજેતરમાં આર્મીની ભરતીમાં પાંચ યુવકોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચાર યુવકોએ ગ્રાઉન્ડ પાસ કર્યુ છે. આ અંગે સ્થાનિક શૈલેષભાઇએ જણાવ્યુ હતુકે નિવૃત આર્મી મેન દ્વારા બાળકોને વિવિધ પ્રવૃતિ કરાવાય છે. આ અંગે નિવૃત આર્મીમેન હિતેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુકે અન્ય તાલુકાની સરખામણીએ મૂળીમાં ફૌજમાં ઓછા યુવકો હોવાથી તેમજ દેશ માટે કાંઇક કરી છુટવાની ભાવનાથી હાલ 20થી વધુ યુવકોને વિવિધ પ્રકારની તાલીમ આપવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો