તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લુઆરા ગામે કાઠી સમાજની દીકરી પર અત્યાચાર મામલે ઝાલાવાડમાં પ્રત્યાઘાત

મૂળી/સાયલા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાયલા કાઠી સમાજ અને મૂળીમાં ક્ષત્રીય સમાજે મામલતદારને આવેદન પાઠવ્યંુ

મૂળી તાલુકા ક્ષત્રીય સમાજ અને સાયલા તાલુકા કાઠી સમાજે મામલતદાર કચેરીએ લેખીત આવેદન પાઠવ્યુ હતુ. જેમાં અમરેલી જિલ્લાના લુઆરા ગામે કાઠી સમાજની યુવતી સામે સ્થાનિક પોલીસે અત્યાચાર ગુજારી ખોટા કેસમાં ફસાવ્યા હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

સાયલા સાયલાના કાઠી ક્ષત્રીય સમાજના એભલભાઇ કરપડા, પ્રદિપભાઇ ખાચર, જયુભાઇ ખવડ, શિવરાજભાઇ ખાચર, વનરાજભાઇ, માત્રેશભાઇ ખાચર સહિતના મોટી સંખ્યામાં યુવાનોએ સાયલા મામલતદારને આવેદન પાઠવ્યુ. જેમાં લુઆરા ગામે પોલીસ તંત્ર દ્વારા અશોકસિંહ બોરીચાના ફાયરીંગ કરીને એન્કાઉન્ટરનું ષડયંત્ર રચીને ઝડપી લેવામાં આવ્યા અને જાહેરમાં સરઘસ કાઢીને માર મારવામાં આવ્યો હતો. અને હેમુબેન સામે પોલીસનું ગેર વર્તનુક કરી ગીરફતાર કરનાર પોલીસ અધિકારી સામે રોષ વ્યકત કર્યો હતો અને હેમુબેનને બી સમરી ભરી મુકત કરવામાં આવે અને એસ.પી.નિરલપ્તરાયને સસ્પેન્ડ કરવા સહિતની અનેક રજુઆત સાથે આવેદન પાઠવ્યુ હતુ.

મૂળી મરેલી જીલ્લાનાં લુઆરા ગામે કાઠી સમાજની દિકરીને પોલીસે ખોટા કેસમાં ફસાવી હોવાના આક્ષેપ સાથે તાજેતરમાં સુરજદેવળખાતે વિશાળ સંખ્યામાં ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારે શુક્રવારે રામભાઇ કરપડા, કનુભાઇ કરપડા, યોગરાજભાઇ ખાચર, રામદેવસિંહ પરમાર, ઉમેદભાઇ સહિત મૂળી ક્ષત્રિય સમાજ, કરણીસેના,અને સુર્યસેનાનાં કાર્યકરોએ મૂળી મામલતદાર હર્ષ પટેલને લુઆર ગામે બનેલ બનાવ અને કચ્છમાં ગઢવી સમાજનાં યુવકનુ જેલમાં મોત બાબતે આવેદન પાઠવ્યુ હતુ. જ્યારે જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરી કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો