આક્રોશ:મૂળીમાં જાણ કર્યા વગર દુકાનો બંધ કરાવાતા વેપારીઓ દ્વારા તમામ ધંધા બંધ રાખી વિરોધ

મુળી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર લેખિતમાં જાણ નહી કરે ત્યાં સુધી તમામ ધંધા બંધ રખાશે : વેપારીઅો

મૂળી શહેરમાં એક સપ્તાહ પહેલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ તંત્ર સમગ્ર મૂળીને બફરઝોન જાહેર કરાતા દુકાનદારોને જાણ કર્યા વગર તંત્ર દ્રારા દુકાનો બંધ કરાવાતા વિરોધનો વંટોળ જાગ્યો હતો ત્યારે શુક્રવારે તમામ ધંધાદારીઓ દ્રારા દુકાનો બંધ રાખી મામલતદારને આવેદન આપી વિરોધ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મૂળીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર મૂળીને બફરજોન જાહેર કરી તંત્ર દ્રારા  વેપારીઓને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી અને તંત્ર વિરુદ્ધ માં  શુક્રવારે સમગ્ર મુળીનાં ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખી જયાં સુધી તંત્ર દ્રારા લેખિતમાં જાણ ન કરાય ત્યાં સુધી તમામ ધંધા બંધ રાખવામાં આવશે અને આથી જે કાંઇ મુશ્કેલી ઉભી થશે તેની સધળી જવાબદારી તંત્ર ની રહેશે તેમ જણાવી વેપારી મંડળ દ્રારા નાયબ મામલતદાર મનુભા ખાચરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવતા તંત્રમાં ભાગદોડ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...