પહેલાં પાણી પછી પ્રચાર:પાણી ન આવે ત્યાં સુધી કુંતલપુરમાં પ્રવેશબંધીનાં બેનરો લગાવી વિરોધ

મૂળી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળી તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી કેમ નહીં, 31 ગામના લોકો પાણી માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે

ળી તાલુકામાંથી નર્મદાની ત્રણ લાઇનો પસાર થાય છે તેમ છતાં તાલુકાને નર્મદાનું પાણી મળતું નથી. અગાઉ કુંતલપુર ગામે મૂળી વઢવાણ, ધ્રાંગધ્રાનાં 31 ગામનાં ખેડૂતોએ બેઠક યોજી નર્મદાનાં પાણી માટે કાંઇપણ કરવા તૈયારી દેખાડી છે. સરકાર દ્વારા પાણી આપવા માગ કરી હતી. જ્યારે મંગળવારે કુંતલપુર ગામે ચૂટણીમાં આગામી સમયમાં રાજકીયનેતા માટે પ્રવેશબંધીના બેનરો લાગતા દોડધામ મચી જવા પામી હતી.

મૂળી તેમજ વઢવાણ,ધ્રાંગધ્રા તાલુકાનાં 31 ગામોમાં હજું સુધી નર્મદાનાં નીર ઝાંઝવાના નીર રૂપ બન્યા છે. આથી ખેડૂતોની ગામોગામ રાત્રીસભા યોજી આંદોલન સાથે લડત કરી અગાઉ અનેક આવેદન અને રજૂઆત કરાઇ હતી. અગાઉ થોડા દિવસ પહેલા મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે મોટીસંખ્યામાં ખેડૂતો રાત્રી સભામાં ઉપસ્થિત રહી લડત માટે કટિબદ્ધ બન્યા હતા. અનુસંધાન પાના નં. 3 પર

અન્ય સમાચારો પણ છે...