તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:રામનું નામ ભજતાં-ભજતાં મૂળીના મુસ્લિમ યુવાને હનુમાનજીની 35 હજારથી વધુ મૂર્તિ ભેટમાં આપી

મૂળી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇમરાનભાઇ કગથરાએ જરૂરિયાતમંદ 16 પરિવારોની દિકરીને લગ્નમાં આર્થિક સહાય કરી ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. - Divya Bhaskar
ઇમરાનભાઇ કગથરાએ જરૂરિયાતમંદ 16 પરિવારોની દિકરીને લગ્નમાં આર્થિક સહાય કરી ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
  • મોરારિબાપુની કથા સાંભળી વિચાર આવ્યો, ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

મૂળીનાં ભીંડીપા વિસ્તારમાં રહેતા અને અનાજ દળવાની ધંટી ચલાવતા મુસ્લિમ યુવાન કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યો છે. મોરારિ બાપુની કથા સાંભળ્યા બાદ તેમાંથી પ્રેણા મળતાં આ યુવાને છેલ્લા 5 વર્ષમાં 35 હજારથી વધુ હનુમાનજીની મુર્તિ, સ્ટીકર લોકોને નિ:શુલ્ક ભેટ આપી છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં સુરત ખાતે યોજાયેલા ગુજરાત બુક ઓફ રેકોર્ડસ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલનાં સમયમાં કોમ કોમ વચ્ચે ઝધડાનાં બનાવો ખુબજ વધી રહ્યા છે. ત્યારે મૂળીનો મુસ્લિમ યુવાન ‘એક બનો નેક બનો’નાં નારા સાથે હળમળીને રહેવા પ્રોત્સાહન આપી રહ્યો છે.

ભીંડીપા વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ ઉર્ફે રાજુભાઇ કગથરા મુસ્લિમ હોવા છતાં કોઇપણ જાતનાં સ્વાર્થ વગર રામ નામ ભજતા ભજતા 5 વર્ષમાં 35 હજારથી વધુ હનુમાનજીની મુર્તિ લોકોને ભેટ આપી ચુક્યા છે. આ મુસ્લીમ રાજુભાઇનાં પ્રેમ ભર્યા આદરથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ પણ તેમનાં ધરની મુલાકાત લઇ વિસામો કરી ચુકયા છે. યુવાનની કામગીરીને બિરદાવવા સુરતમાં દર વર્ષે યોજાતા ગુજરાત બુક ઓફ રેકોર્ડસમાં તેમને સ્થાન આપી સન્માનિત કરાતા મૂળી સહિત સમગ્ર વિસ્તારનુ નામ રોશન કર્યુ છે.

આ અંગે ઇમરાનભાઇ કગથરા એ જણાવ્યું હતુ કે, હું તેમજ મારા સાથી મિત્ર હાર્દિકભાઇ વસવેલીયાનાં સહકારથી આ કાર્ય સિદ્ધ કર્યું છે. પરિવારનો સહકાર પણ પુરે પુરો મળે છે પરંતુ સામાજીક પ્રસંગોમાં કાયરેક કોઇનાં મેંણા ટોંણા પણ સાંભળવા પડે છે.પરંતુ સારા કાર્યો કરવાની ધાર્યુ હોવાથી તે સામાન્ય લાગે છે.આ ઉપરાંત લોકોડાઉન ચાલતુ હતુ ત્યારે રોજગારી બંધ હોવાથી અનેક પરિવારની દયનિય સ્થિત બની ગઇ હતી. ત્યારે રાજુભાઇ દ્વારા 100થી વધુ પરિવારો, સંતોને કિટ આપી અનોખી સેવા બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો