તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી માટે રઝળપાટ:મૂળી તાલુકાનાં 12 ગામોના લોકો ક્ષારયુક્ત ગંદું પાણી પીવા મજબૂર

મૂળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૂળીનાં 12 ગામોમાં પાણી માટે મહિલાઓનો રઝળપાટ. - Divya Bhaskar
મૂળીનાં 12 ગામોમાં પાણી માટે મહિલાઓનો રઝળપાટ.
 • 39 ગામમાં પાણી પહોંચતું હોવાના તંત્રના દાવા પોકળ
 • ઉનાળામાં તો લોકોને રીતસરનો રઝળપાટ કરવો પડે છે

મૂળી તાલુકામાં સરકારી દફતરે 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચે છે. પરંતુ વાસ્તવમાં 27 ગામોમાં જ પાણી પહોંચતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે. જયારે ખંપાળીયા, ગઢડા, આસુન્દ્રાળી, પલાસા સહિતનાં ગામોમાં પાણી ન આવતું હોવાથી લોકોને તડકામાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.

પાણી પુરવઠા નર્મદાના ચોપડે મૂળી તાલુકાનાં 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ મૂળીનાં ખંપાળીયા, પલાસા, ગઢડા, આસુન્દ્રાળી, વેલાળા, ખાખરાળા રાયસંગપર, માનપર સહિત 10થી વધારે ગામોમાં આજે પણ પાણી મળતું ન હોવાથી લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. આ અંગે પાણી ન મળતા ગામનાં વલકુભાઇ, દેવાભાઇ, કનુભાઇ સહિતનાંએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે.

સંપનો ખર્ચ પાણીમાં ગયો
જે સમયે પીવાનાં પાણીની પાઇપલાઇન નંખાઇ ત્યારે દરેક ગામોમાં પાણી સંગ્રહ માટે સંપ બનાવાયા છે. પરંતુ આ સંપનો હાલ ઉપયોગ ન થતા આ ખર્ચ પાણીમાં ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો