ગ્રામજનોને મુશ્કેલી:ગોદાવરી પુલ પર નાયકા ડેમનું પાણી ફરી વળતાં લોકો પરેશાન

મૂળી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોદાવરી ગામે પુલ પર પાણી આવી જતા લોકો પરેશાન. - Divya Bhaskar
ગોદાવરી ગામે પુલ પર પાણી આવી જતા લોકો પરેશાન.
  • ગોદાવરી, દાણાવાડા, દીગસર સહિતના ગ્રામજનોને મુશ્કેલી

મૂળી તાલુકાનાં ગોદાવરી ગામે જવાના રસ્તા પર આવેલા પુલ ઘણા સમયથી તૂટેલી હાલતમાં અને બન્ને સાઇડ ખુલ્લી હોવાથી 3 ગામના લોકો જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે. તેમજ વાહનો ચાલી શકે તેવી સ્થિત ન હોવાથી તાલુકામાં જવા માટે સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું પડી રહ્યું છે.

મૂળી તાલુકામાં અનેક ગામોમાં રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે. મૂળી તાલુકાનાં ગોદાવરી ગામે આવેલ નદી પર તાજેતરમાં આવેલા ભારે વરસાદ બાદ નાયકા ડેમમાંથી પાણી છોડાતા પુલ પર પાણી ફરી લોકોને પસાર થવું મુશ્કેલીભર્યું બન્યું છે. ત્યારે આ પુલ ગોદાવરી, દીગસર, દાણાવાડા સહિતનાં ગામને જોડતો પુલ હોવાથી રોજ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે નાયકા ડેમમાંથી શુક્રવારે પાણી છોડાતા માર્ગ પાણી આવી જતા અહીંથી ચાલવુ શક્ય નથી.

આથી 3 ગામનાં અંદાજે 15 હજારથી વધુ લોકો પુલનાં વાંકે મૂળી જવા માટે ફોગટનો ફેરો કરી રહ્યા છે. તેમજ ઇમરજન્સીમાં સેવા મળવી પણ મુશ્કેલીરૂપ બન્યંુ છે. ત્યારે તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. આ અંગે વાહનચાલકો હરીસિંહ, રાજભા, મિતુભા સહિતનાએ જણાવ્યું હતું કે આ પુલ છેલ્લાં ઘણા સમયથી આવી જ રીતે છે. બાળકો સહિત વાહનો અહીં મોટા પ્રમાણમાં દરરોજ પસાર થાય છે. જે શનિવારે પાણી ફરી વળી ધોવાઇ જતા લોકોને ભારે હાલકી ભોગવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...