તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આસુન્દ્રાળી ગામે પાણીના અવેડા ખાલી રહેતાં પશુપાલકો પરેશાન

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં આસુન્દ્રાળી ગામે અવેડા ખાલી રહેતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. - Divya Bhaskar
મૂળીનાં આસુન્દ્રાળી ગામે અવેડા ખાલી રહેતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે.
  • અવેડાની લાઇન પણ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા : સ્થાનિકો

મૂળી તાલુકાનાં આસુન્દ્રાળી ગામે પંચાયત દ્વારા સ્મશાન તેમજ ગામની બહાર હજારો રૂપિયા ખર્ચી પાણીનાં અવેડા બનાવ્યા હતા. પરંતુ હાલ એકપણ અવેડામાં પાણી આવતુ ન હોવાથી પશુપાલકો અને ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે અને અવેડા પાણીથી ભરવા માંગ કરી રહ્યા છે.

મૂળીમાં ગ્રામ્યવિસ્તારમાં હજારો રૂપિયા ખર્ચી વિવિધ યોજના થકી કામગીરી કરાય છે. પરંતુ નાણા વપરાયા બાદ કોઇ જ દેખરેખ ન રખાતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે મૂળીનાં આસુન્દ્રાળી ગામે પશુપાલકો તેમજ સ્મશાનમાં ડાધુઓને પાણી સરળતાથી મળે તે માટે ગ્રામપંચાયત દ્વારા હજારો રૂપિયા ખર્ચી પાઇપલાઇન અને અવેડા બનાવ્યા છે.

પરંતુ 6 મહિના કરતા વધુ સમયથી આ બન્ને જગ્યાનાં અવેડા ખાલી રહેતા લોકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. આ અંગે ભુરાભાઇએ જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી અવેડામાં પાણી ન આવતુ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરી પાણી ભરાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...