ગ્રામ પંચાયત સમરસ:મૂળી તાલુકાના રામપરડા ગામે સ્વતંત્રતાથી અત્યાર સુધી પંચાયતની ચૂંટણી જ નથી યોજાઈ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો જાતે જ સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે
  • ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે પ્રયત્નો કરાય છે : સરપંચ

મૂળી તાલુકાના નાનાએવા રામપરડા ગામે સમગ્ર જિલ્લામાં દાખલો બેસાડ્યો છે. અહીં આઝાદીથી અત્યાર સુધી સરપંચ પદ માટે ચૂંટણી યોજાઇ જ નથી. ગ્રામજનો ભેગા મળી સરપંચ પસંદ કરે છે. ઝાલાવાડમાં પંચાયતની ચૂંટણીને પગલે રાજકિય ગરમાવો ફેલાયો છે અને સરપંચ પદ માટે ઉમેદવારો સબંધ પૈસો તેમજ સતાનો ઉપયોગ કરી લેતા હોય છે.તેમજ ચૂંટણીનાં કારણે અનેક ઝધડાનાં બનાવો પણ સામે આવતા હોય છે.

આ બધી જ બાબતોથી પર રહી મૂળીના માત્ર 900ની વસ્તી ધરાવતા રામપરડાના ગ્રામજનોએ દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સરપંચ પદ માટે ચૂંટણી યોજી નથી અને ગ્રામજનો જાતેજ કોઇ એક જગ્યાએ ભેગા મળી ઉમેદવાર નક્કી કરી સરપંચ અને સભ્યો માટે ફોર્મ ભરે છે, જેના કારણે સમગ્ર ગામમાં શાંતિ અને ભાયચારો જળવાઇ રહ્યો છે અને સમગ્ર વિસ્તારને ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

દરેક કામો ગામમાં જ થઈ જાય છે
રામપરડા ગામે સમરસ ગ્રામપંચાયતનાં કારણે ગામમાં ઝધડાનું પ્રમાણ ખુબ ઓછુ છે. તેમજ તમામ સમાજ હળીમળી ભાયાચારથી રહે છે.તેમજ કોઇપણ સરકારી કામો માટે પંચાયતે અને ગ્રામપંચાયતનાં કર્મીઓ દ્વારા શક્ય હોય તેટલુ ઝડપથી કરી અપાય છે.જેથી સરપંચની કામગીરીથી સમગ્ર ગામ ખુશી અનુભવે છે. > જોધાભાઇ રબારી, ગ્રામજન

ઝાલાવાડનું દૃષ્ટાંતરૂપ ગામ
દરેક પ્રાથમિક સુવિધાનો વધારો કરાયો :
રામપરડા ગામમાં હું કેટલાક સમયથી તલાટી તરીકે સેવા બજાવુ છુ. જેમાં સ્થાનિકોનાં સહકારથી ગામમાં પીવાનાંપાણીની સુવિધા, ગટરલાઇન, પેવરબ્લોક, સહિત અન્ય સેવાઓપણ લોકોને સરળતાથી મળી રહીછે જેથી ગ્રામજનો આનંદ અનુભવી રહ્યા છે. > સુનિલ રામાનુજ, તલાટી

સમરસ ગામ હોવાનાં કારણે વિકાસનાં કામો થયો : છેલ્લા પચ્ચીસ વર્ષથી ગ્રામજનો દ્વારા મારાનામની જાહેરાત કરાય છે અને ગ્રામજનો અને વડીલાનાં આશિર્વાદથી ગામમાં ઘરે ઘરે પાણી, શૌચાલય રોડ, પાણીનાં અવેડા, સ્વચ્છ ગામ,સહિત લાઇટ સહિતનાં વિકાસલક્ષી કામો કરાયા છે.જેથી ગ્રામજનો કામગીરીમાં સંતોષમાની રહ્યાછે. > રામભાઇ મોકાભાઇ કરપડા, સરપંચ, રામપરડા

અન્ય સમાચારો પણ છે...