આક્રોષ:નર્મદા લાઇનમાં શંકાસ્પદ કેમિકલ નંખાતા લોકોમાં આક્રોષ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષિત પાણીથી 10થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે
  • લાઇન લીકેજ અને એરવાલ્વમાંથી નિકળતુ પાણી પશુ અને જમીન માટે હાનિકારક: ખેડૂતો

મૂળી તાલુકામાંથી નર્મદા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે જે મૂળીનાં દશ જેટલા ગામોમાંથી પસાર થાય છે જેમાં અનેક જગ્યાએ લીકેજ અને એરવાલ્વમાંથી પાણી નિકળે છે જે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધારે હોવાથી પશુઓ તેમજ જમીન માટે નુકશાન કારક હોવાથી તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી ખેડુતો અને પશુપાલકોની માંગ છે.

સૌરાષ્ટ્રના બારસોથી વધુ ગામોમાં પીવાનું પાણી મળે તે માટે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. આ પાઇપલાઇન મૂળી તાલુકાનાં દિગસરા દણાવાડા ગૌતમગઢ ખાટડી સહિત દશ જેટલા ગામોમાંથી પસાર થઇ રહી છે. અમુક ગામોમાં પીવાનાં પાણી માટે પણ જોડાણ અપાયુ છે.

સાથે કેટલીક જગ્યાએ લાઇન લીકેજ અને એરવાલ્વમાંથી પાણી નિકળે છે જે પાણી વાડી વિસ્તારમાં રહેતા લોકો અને પશુઓ પીવે છે પરંતુ કેટલાક દિવસોથી પાણીમાં કોઇ ક્લોરિન મિશ્ર થઇને આવતુ હોવાથી પશુઓ અને પાણી મેળવતા ગ્રામજનો અને જમિન માટે નુકશાનકારક હોવાથી તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી ખેડુતો પશુપાલકો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

આ અંગે યુવરાજસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ રામજીભાઇ પટેલ સહિતનાં એ જણાવ્યું હતુકે અમારી ખેતરની બાજુમાંથી ધણા સમયથી પાણી વાલ્વ મારફતે નિકળતુ હતુ જયાં પશુઓ અને આસપાસનાં વાડી માલિકો પીવા માટે પાણી લેતા હતા. કેટલાક દિવસોથી પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધુ આવતુ હોવાથી લોકોનાં આરોગ્ય અને જમીનમાં નુકશાન થવાની ભિતી રહેલી છે.

દાણાવાડા દિગસર ગૌતમગઢ ખાટડી સહિત ગામના સુરૂભા, મનોજભાઇ સહિતનાં એ જણાવ્યું હતુકે હાલ જે પાણી આવે છે તેમાં ક્લોરીનનું પ્રમાણ ખુબજ વધારે હોવાથી મોંઢામાં ચાંદા પડવા તેમજ પશુઓ પી શકતા નથી જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...