તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓની સેવા:મૂળી CHCમાં પ્રથમ વખત સિઝેરિયન ડિલિવરી સેવા શરૂ

મૂળી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગી કલ્યાણ સમિતિ દ્વારા હવે પ્રાઇવેટ ડોક્ટર બોલાવી દર્દીઓને સેવા અપાશે

મૂળીમાં આવેલ માંડવરાયજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સામાન્ય વર્ગનાં લોકોને ખાનગી હોસ્પિટલ જેવી સેવા મળે તે માટે હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે. આથી જ બાળકોનાં, મહિલાને લગતી સમસ્યા સહિત બીપી અને ડાયાબિટીસનાં દર્દી માટે સ્પેશિયલ ડોક્ટર બોલાવી સેવા આપવામાં આવે છે.

સીએચસી હોસ્પીટલ મધ્યમવર્ગ માટે આશીર્વાદ સમાન બની ગઇ છે. સિઝેરિયન ડિલિવરીમાં દર્દીઓને સેવા ન મળતી હોવાથી ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હતું. આથી મૂળી હોસ્પિટલ દ્વારા શનિવારથી બહારથી ડોક્ટર બોલાવી ટીડાણાનાં બહેનની સિઝેરિયન ડિલિવરી કરી સેવા શરૂ કરવામાં આવતા સ્થાનિકો દર્દીઓને લાભ મળશે અને સેવા હંમેશા સારી રીતે મળતી રહે તેવી આશા રાખી રહ્યા છે. આ પ્રસંગે ડો નિસર્ગભાઇ, ભગીરથસિંહ પરમાર, ઓમ દેવસિંહ ઝાલા, ગોપાલભાઇ, નવિનભાઇ વાધેલા, જીતુબેન સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.આ અંગે હોસ્પિટલનાં ઓમદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતંુ કે હાલ લોકોને સેવા મળે તે માટર બહારથી ડોક્ટર બોલાવી શરૂ કરાઇ છે જેથી જે કોઇને લાભ લેવો હોય તેમને અગાઉથી હોસ્પિટલને જાણ કરે તો તૈયારી કરી સારવાર આપવા હંમેશા તત્પર રહીશું.

અન્ય સમાચારો પણ છે...