કોર્ટ હુકમ:ચેક રિટર્ન કેસમાં ફરિયાદીને રૂ.20 લાખનું વળતર ચૂકવવા મૂળી કોર્ટનો આદેશ

મૂળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૂળીના કુંતલપુરનાં શખસે ઉછીના રૂ.10 લાખ આપ્યા હતા
  • 15 લાખ માલિકને વળતર પેટે, 5 લાખ સરકારમાં જમા કરાવવા હુકમ

મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા શખસને સરા ગામે રહેતા શખસ સાથે સારા સબંધો કેળવી ઉછીના પેટે આપેલ રૂપિયાનો આપેલો ચેક પરત ફરતા જમીન માલિકે 10 લાખનો ચેક રિટર્ન થવાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં કેસની રકમથી બમણી રકમ એટલે કે રૂ.20 લાખનું વળતર ચૂકવવાનો મૂળી કોર્ટે આદેશ કર્યો હતો. જેમાં રૂ.15 લાખ ફરિયાદીને અને રૂ. 5 લાખ સરકારમાં જમા કરાવવા હુકમ કરાયો હતો.

મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા અબ્દુલભાઇ આદમભાઇ આગરિયાએ સરા ગામે રહેતા દિનેશભાઇ મનસુખભાઇ માલવણિયા સાથે જૂના સબંધો હોય અને દિનેશભાઇને અગાઉ મોટરની દુકાન હોવાથી અવારન નવાર બન્ને નાણાનો વ્યવહાર કરતા હતા. ત્યારે દિનેશભાઇએ મોરબી સિરામિક કારખાનામાં ભાગ રાખેલ અને નાણાકીય ભીડનાં કારણે 2020માં અબ્દુલભાઇ પાસેથી હાથ ઉછીના 10 લાખ રૂપિયા આપ્યા હતા.પરંતુ વર્ષ થવા છતાં ઉછીના આપેલ રૂપિયા ન ચૂકવતા અબ્દુલભાઇએ પૈસાની ઉઘરાણી કરી હતી.

આથી દિનેશભાઇએ પોતાના ખાતાનો રૂ.10 લાખનો તા. 7-12-2020નો ચેક આપ્યો હતો. જે અપૂરતા નાણા ભંડોળને કારણે પરત ફર્યો હતો. આથી દિનેશના કહેવાથી ફરીથી ચેક પોતાના ખાતામાં ભર્યો હતો. પરંતુ તે પણ પરત ફર્યો હતો. આથી તેમણે 10 લાખનું વળતર મેળવવા માટે મૂળી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં ફરિયાદી તરફે રોકાયેલા વકીલ રણધીરસિંહ ડી.પરમારે તમામ પુરાવાઓ રજૂ કરીને દલીલો કરી હતી. જેમાં કોર્ટે રૂ.20 લાખનું વળતર, આરોપીને 1 વર્ષની સજા ફટકારી હતી. આ રકમમાંથી રૂ.15 લાખ ફરિયાદી અબ્દુલભાઇને ચૂકવવાની સાથે રૂ.5 લાખ સરકારમાં જમા કરવાવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...