કામગીરી:રોગચાળાને ડામવા સરામાં ફોગિંગ અને સરવે સહિતની કામગીરી હાથ ધરાઈ

મૂળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત વધતા રોગચાળાથી પંચાયત અને PHCએ કામગીરી હાથ ધરી
  • ગ્રામ્ય વિસ્તારમાં તાવ, શરદી, મલેરિયા, ડેન્ગ્યુ સહિતના કેસો જોવા મળ્યા

મૂળી તાલુકાનાં સરા ગામે કેટલાક સમયથી બે ઋુતુ ભેગી થતા રોગચાળએ માથુ ઉચક્યુ છે.ત્યારે આરોગ્ય તંત્ર અને પંચાયત દ્વારા સમગ્ર ગામમાં સર્વે કરી દવા છંટકાવ અને ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ છે.મૂળી તાલુકામાં કેટલાક સમયથી રોગચાળો જાણે જવાનું નામજ ન લેતો હોય તેમ મૂળી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તાવ શરદી, મેલેરીયા, ડેન્ગ્યુ સહિતનાં કેસો જોવા મળી રહ્યા છે.

સરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત દ્વારા રોગચાળાને ધ્યાને લઇ સમગ્ર ગામમાં સર્વે તેમજ દવા છંટકાવ અને ફોગીંગ ની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો છે અને નિયમિત આરોગ્ય સેવા અપાય તેવી આશા રાખી રહ્યા છે.આ અંગે સ્થાનિક સરપંચ હકિભાઇ શુક્લે જણાવ્યું હતુકે કેટલાક સમયથી રોગચાળાએ માથુ ઉચકતા પ્રાથમિકઆરોગ્ય કેન્દ્ર અને પંચાયત દ્વારા સમગ્ર ગામમાં ફોગીંગ અને સર્વેલેન્સ સહિતની કામગીરી હાથ ધરાઇ છે.આ કાર્યદરમિયાન મેડીકલ ઓફિસર હિરલબેન, સુપરવાઇઝર એસ યુ કાલવીયા સહિત આરોગ્ય ટીમ કામે લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...