મૂળી તાલુકાનાં સરા ગામે નવુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યુ છે. આ બસસ્ટેન્ડ ના લોકાર્પણ કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડમાં સ્થાનિક રાજકિય અગ્રણીઓ અને હોદેદારોની બાદબાકી થતા રોષ જોવા મળ્યો હતો.જયારે લોકાર્પણમાં પણ માત્ર ગણ્યાગાઠ્યા લોકો અને કર્નચારીઓને બેસાડી કાર્યક્રમ કરવો પડ્યો હતો.
મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારનાં લોકોને વિવિધ સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ મળે તે માટે સરકાર દ્વારા અંદાજે દોઢ કરોડનાં ખર્ચે સરા ગામે ખરાવાડ વિસ્તારમાં નવુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યુ છે ત્યારે આ બસ સ્ટેન્ડનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આયોજન કરાયુ હતુ જેમાં રાજયકક્ષાનાં મંત્રીઓ અને અગ્રણીઓનાં આમંત્રણ પત્રિકામાં નામ લખાયા હતા પરંતુ સ્થાનિક અગ્રણીઓ કે રાજકિય હોદેદારોની નામો અને આમંત્રણમાં બાદબાકી થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ ત્યારે શનિવારે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં માત્ર30 જેટલા લોકો અને કર્મચારીઓ તેમજ મુખ્ય મહેમાનો પણ એકાદ બે જ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.આ અંગે સરા ગામનાં પ્રતિકભાઇ,હકીભાઇ,બિપીનભાઇ સહિતનાંએ જણાવ્યુ હતુકે જે તાલુકામાં કાર્યક્રમ છે તે જ તાલુકાનાં ચુટાયેલ પ્રતિનિધી અને રાજકિય અગ્રણીઓને કાર્યક્રમની જાણ કરાઇ નથી અને સરાનાં અગ્રણીઓ પણ નારાજ હોવાથી કોઇ કાર્યક્રમમાં ગયુ નથી જેથી કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે.કાર્યક્રમમાં માત્ર સરકારી કર્મચારીઓ હાજર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.