વાહનચાલકો પરેશાન:મૂળી-સરા રોડ પર કોઈ સફેદ માટી રસ્તા વચ્ચે જ ખાલી કરી ગયું

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળી સરા રોડપર કોઇએ સફેદ માટી ઢોળીદેતા વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. - Divya Bhaskar
મૂળી સરા રોડપર કોઇએ સફેદ માટી ઢોળીદેતા વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.
  • ખંપાળિયાથી ગઢડા વચ્ચે વાહનચાલકો પરેશાન

મૂળી તાલુકામાં ખરાબામાંથી મોટા પાયે ખનીજ ચોરી થઇ જ રહી છે. ત્યારે આ ભૂમાફિયા જાણે રોડને પણ ન છોડતા હોયતેમ ખંપાળિયાથી ગઢડા પાસે કોઇ ટ્રક ડ્રાઇવરે રોડ પર જ સફેદ માટી ઢોળી દેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મૂળી તાલુકામાં સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ સરલા, દુધઇ, ખંપાળિયા સહિતનાં વિસ્તારમાં બેરોકટોક ખનીજનું ખોદકામ અને વહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભૂમાફિયા જાણે એટલા બધા માથુ કાઢી ગયા છે કે નિયમોને જાણે ખિસ્સામાં લઇ ફરી રહ્યા હોય તેમ મંગળવારે ખંપાળિયાથી ગઢડા જતા રોડ પર કોઇપણ જાતનાં કારણ વગર રસ્તા પર જ બિનકાયદેસર સફેદ માટી ઢોળી ઢગલો કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. જ્યારે તંત્ર દ્વારા કોઇ પણ જાતની કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે વાહનચાલકો કનુભાઇ, હરીભાઇ સહિતનાઓએ જણાવ્યું હતું કે મૂળીનાં અનેક ગામોમાંથી ગેરકાયદે ખનીજ ભરી જોખમ ભરી રીતે વાહનચાલકો પસાર થતા જ હોય છે. ત્યારે ગઢડા પાસે કોઇ ટ્રકચાલકે એકસાઇડમાં સાવ સફેદ માટીનાં ઢગલો કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. આથી આવા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય તેવી અમારી લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...