પોલીસનો દરોડો:મૂળીના શેખપરમાં 3411 બોટલ દારૂ સહિત 26.83 લાખનો મુદ્દામાલ જપ્ત

મૂળી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 આરોપી ઝડપાયો જ્યારે 3 ભાગી જવામાં સફળ રહ્યા

મૂળી તાલુકાનાં શેખપર ગામે વિદેશી દારૂ ઉતરવાનો હોવાની બાતમીનાં આધારે મૂળી પોલીસે દરોડો કર્યો હતો. કટિંગ થતો 16.73 લાખનો 3411 બોટલ વિદેશી દારૂ સહિત 2 પીકઅપ મોબાઇલ સહિત 26.83 લાખનો મુદામાલ ઝડપી 1 આરોપીને ઝડપ્યો હતો.

મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશ દારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે હાલ બુટલેગરોને સ્ટોક ખતમ થઇ ગયો હોય તેમ એક સાથે બે પીકઅપ ભરી વિદેશી દારૂ આવવાનો હોવાની બાતમી સતિષભાઇ દેવમુરારીને મળી હતી.આથી પીએસઆઇ એસ.એસ.વરૂનાં માર્ગદર્શન હેઠળ રોહિતભાઇ રાઠોડ, રાયસંગભાઇ પરમાર, રાજપાલસિંહ સહિતનાંએ મૂળીનાં શેખપર ગામ પાસે પાણીનાં સંપથી આગળ નદી પાસે વોચ ગોઠવી તપાસ આરંભી હતી. જેમાં બે પીકઅપમાં વિદેશી દારૂનું કટિંગ થતું હતું. જેથી પોલીસને જોઇ બન્ને વાહનો ભાગવા લાગ્યા હતા. જેમાં પ્રતિક ઉર્ફે છોટુ પ્રફુલભાઇ સોમૈયા ઝડપી પીક અપનાં પાચવળનાં ભાગે છુપાવેલ મોટી માત્રામાં વિદેશી દારૂ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુદામાલ પોલીસ મથકે લાવી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 16.73 લાખનો 3411 નંગ વિદેશી દારૂ તેમજ 2 પીકઅપ વાન, 1 મોબાઇલ સહિત રૂ.26,83,550નો મુદામાલ ઝડપી માલ મંગાવનાર શેખપરનાં નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર, બ્રિજરાજસિંહ ઉર્ફે મુનો ભીખુભા પરમાર, મેલાભાઇ અરજણભાઇ કલોત્રા, બન્ને પીક અપનાં માલિક, ચાલક તેમજ માલ મોકલનાર નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ આઇસરનાં માલિક અને ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...