તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સોમાસરના 4 હજારથી વધુ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા, લાખોના ખર્ચે સંપ બનાવાયો છતાં સ્થિતિ ઠેરની ઠેર

મુળી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી : રહીશો

મૂળી તાલુકાનાં સોમાસર ગામમાં છેલ્લા ધણા સમયથી તંત્રની અયોગ્ય કામગીરીથી ગામનાં 4 હજારથી વધુ લોકોને દૂષિત પાણી પીવુ પડી રહ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા સોમાસરમાં યોગ્ય પાણી અપાય તેવી સ્થાનિકો અને સરપંચ માંગ કરી રહ્યા છે.

મૂળી તાલુકામાં ઉનાળામાં અનેક ગામો પીવાનાં પાણીની સમસ્યા ભોગવે જ છે અને નર્મદાનું પાણી જાણે નામ માટે જ આવતું હોય તેમ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય છે. મૂળીનાં સોમાસરમાં નર્મદા વિભાગ દ્વારા પીવાનું પાણી આપવા થોડા સમય પહેલાજ લાખોનાં ખર્ચે ધર્મેન્દ્રગઢ નદી કાંઠે સંપ બનાવ્યો છે પરંતુ બન્ને ગામોને નિયમિત પાણી મળતુ ન હોવાથી પાણી મેળવવા લોકોને રઝળપાટ કરવો પડે છે. તંત્ર દ્વારા સોમાસરમાં નિયમિત પુરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી અપાય તેવી માંગ ઉઠી છે.

આ અંગે રંજનબેન પટેલ, રેખાબેન વાધેલાએ જણાવ્યુ હતુ કે સોમાસરમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતુ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આગામી સમયમાં ઉનાળો નજીક છે જો પાણી નહી આવે તો મુશ્કેલી વધશે જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે. આ અંગે સરપંચ હસુભાઇ ગોલાણી જણાવ્યું હતું કે ગામમાં નર્મદાનાં પાણીની લાઇન તો નંખાઇ છે પરંતુ અનિયમિત પાણી આવતુ હોવાથી લોકોને અનેક મુશ્કેલીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે. ત્યારે તંત્રને આ અંગે અનેક વખત રજુઆત કરાઇ છે. પરંતુ તેમ છતા કોઇ જ કાર્યવાહી કરાતી નથી ત્યારે સોમાસરને પાણી પહોચાડાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો