લમ્પી:મૂળીના ભવાનીગઢમાં 30થી વધુ પશુમાં લમ્પીનાં લક્ષણો દેખાયા બાદ 10 પશુનાં મોત

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રને જાણ કરી છતાં કોઈ રસી માટે આવ્યું નથી

મૂળી તાલુકાનાં ભવાનીગઢ ગામે છેલ્લાં ચારેક દિવસથી 30થી વધુ ગાયમાં લમ્પી નામનો રોગ દેખાયા બાદ 10 જેટલી ગાયના મોત થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસીકરણ સહિત કાર્યવાહી કરાઇ તેવી માગ કરવામાં આવી રહી છે. ઝાલાવાડમાં છેલ્લા કેટલાકથી દિવસોથી પશુઓમાં લમ્પી નામનાં વાયરસે અનેક પશુઓનાં ભોગ લીધા છે.

ત્યારે મૂળી તાલુકાનાં ભવાનીગઢ ગામે છેલ્લા 4-5 દિવસથી 30થી વધુ ગાયમાં લમ્પી નામનો રોગ દેખાયા બાદ 10 જેટલી ગાયનાં મોત થતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલા ભરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.આ અંગે સ્થાનિક પશુપાલક કાનાભાઇ જોગરાણા, દિપકસિંહ ઝાલા સહિતનાએ જણાવ્યું કે ભવાનીગઢ ગામે પાંચેક દિવસથી રોગે દેખા દેતા અમે આરોગ્ય વિભાગને જાણ કરાઇ છે. છતાં હજુ સુધી કોઇ રસીકરણ માટે આવ્યું નથી. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો વકરે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...