તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મૂળીમાં નર્મદા લાઇનમાંથી પાણીચોરી કરતા ખેડૂતોનાં 10થી વધુ કનેકશનો દૂર કરાયાં

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં ગ્રામ્યવિસ્તારમાં ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દુર કરાયા હતા. તસવીર : જયદેવ ગોસ્વામી - Divya Bhaskar
મૂળીનાં ગ્રામ્યવિસ્તારમાં ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દુર કરાયા હતા. તસવીર : જયદેવ ગોસ્વામી
  • પાણીચોરી કરતા શખ્સો સામે પોલીસ ફરિયાદની કાર્યવાહીથી ખેડૂતોમાં ફફડાટ
  • ચેકિંગમાં ખેડૂતો દ્વારા ખેતી માટે પાણી ઉપયોગમાં લેવાતુ હોવાનું ધ્યાને આવ્યુ

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1500 જેટલા ગામોને પીવાનુ પાણી પુરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતુ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આથી ચેકિંગ કરી રામપરડા ખાટડી તેમજ દાણાવાડામાંથી ગેરકાયદે 10 થી વધુ કનેકશનો દુર કરી પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે.

ત્યારે હાલ ઉનાળામાં પાણી જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સુચનાથી નર્મદા વિભાગનાં કાર્યપાલક ઇજનેર એસ.જી. દેસાઇ અને મૂળી પોલીસ મથકનાં પીએસઆઇ ડી.જે. ઝાલા તેમજ સ્ટાફ મૂળી તાલુકાનાં ગઢાદ રામપરડા ખાટડી દાણાવાડા સહિતનાં ગામોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ.

જેમાં ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેકશનો દુર કરવામાં આવ્યા હતા. જ્યારે પાણી ચોરી બાબતે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે નર્મદા વિભાગનાં કર્મચારીઓ દ્વારા જણાવ્યુ હતુ કે પોલીસ સાથે રાખી પીવાના પાણી માટેની લાઇનમાંથી ખેતી માટે ઉપયોગ કરતા ખેડૂતોનાં 10 થી વધુ કનેકશનો દુર કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...