મૂળી તાલુકાના અનેક ગામો એક તરફ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. અને ટેન્કરનો સહારો લેવો પડે છે. સાથે તાજેતરમાં નર્મદા વિભાગ દ્વારા મોટા કાફલા સાથે ચેકિંગ હાથ ધરી ચાર જેટલા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર રાજકોટ જતી મેઇન લાઇનમાં કોઇ કારણસર મૂળીનાં ખાટડી ગામ પાસે ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હતો.
આ પાણી એટલું પ્રેસરથી આવતું હતું કે જોત જોતામાં આસપાસનાં વિસ્તારમાં જાણે વરસાદી પાણી ભરાયા હોય તેમ ઘૂટણસમા પાણી ભરાયા હતા. આ અંગે સ્થાનિકો યુવરાજસિંહ, ક્રિપાલસિંહ સહિતનાએ જણાવ્યું કે ખાટડીથી મૂળી રોડ પર કોઇ કારણસર નર્મદાની મુખ્યલાઇનમાં ભંગાણ થયું હતું. અને મોટી માંત્રામા પાણી વેડફાઇ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.