ગુરુવારે કુતૂહલ સર્જાયું:આકાશમાંથી માનવકદના ફુગ્ગા સાથે સર્કિટ સહિતનો સામાન પડ્યો

મૂળી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીના ગોદાવરી ગામે આવકાશમાંથી ફુગા સાથદ સર્કિટ પડતા લોકોનાં ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
મૂળીના ગોદાવરી ગામે આવકાશમાંથી ફુગા સાથદ સર્કિટ પડતા લોકોનાં ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.
  • મૂળી તાલુકાના ગોદાવરી ગામે ગુરુવારે કુતૂહલ સર્જાયું
  • મૂળી તાલુકાનાં ગોદાવરી ગામે ગુરુવારે વહેલી સવારે ખેડૂતના ખેતરમાં 5 ફૂટથી મોટો ફુગો સર્કિટ સાથે ખેતરમાં પડ્યો હતો.આમ અજાણી વસ્તુથી ખેડૂતોમાં ગભરાટ સાથે કુતૂહલ સર્જાયું હતું.

મામલતદાર અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી

મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં અવકાશમાંથી વસ્તુ પડવાનાં બનાવો અવાર નવાર સામે આવે છે ત્યારે મૂળીનાં ગોદાવરી ગામે રહેતા કલ્પેશભાઇ પટેલ, તેમનો પરિવાર ગુરૂવારે ખેતરે ગયા હતા.જયાં પાંચ ફુટથી મોટૂ ફુગા જેવુ અને તેની સાથે સર્કિટ સહિતનો સામાન મળી આવતા સમગ્ર વિસ્તારાનાં ખેડૂતોમાં આ વાત વાયુ વેગે ફેલાતા લોકોનાં ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. અને આ અંગે મૂળી મામલતદાર તેમજ પોલીસને જાણ કરાતા અધિકારી દ્વારા સ્થળ પર જઇ વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. અવકાશી યાન જેવા દેખાતા વસ્તુથી ગામ, વિસ્તારમાં કુતુહલ સાથે લોકો દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...