રોષ:મૂળી તાલુકામાં એક સાથે 10 શાળાઓ મર્જ થવાના સમાચારથી સ્થાનિકો નારાજ

મૂળી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખ્યા પૂરી હોવા છતા શાળા મર્જ કરાઈ રહી છે : લોકો

મૂળી તાલુકામાં દશ જેટલી પ્રાથમિક શાળાઓ એકસાથે મર્જ થવાનો ઓર્ડર કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જયારે તંત્ર દ્વારા સંખ્યાપુરી હોવા છતા શાળા મર્જ કરાતી હોવાનું અને સ્થાનિક લેવલે કોઇનો અભિપ્રાય ન લીધા હોવાનું જણાવી રોષ ઠાલવી રહ્યા છે.

એક તરફ સમગ્ર રાજયમાં સરકારી શિક્ષણને લઇ વિવિધ કોમેન્ટો કરવામાં આવી રહીછે ત્યારે મૂળીની દશ પ્રાથમિકશાળા મર્જ કરી અન્યશાળામાં ભેળવી દેવાતા ચકચાર ફેલાઇ છે. આ અંગે પ્રાપ્તવિગતો પ્રમાણે મૂળી તાલુકામાં જીલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મૂળી તાલુકાના દાણાવાડા ,ગૌતમગઢ ,વગડીયા,દાધોળીયા તેમજ ઉમરડાની બેબે પ્રાથમિકશાળા સહિત 10શાળાને મર્જ કરી અન્ય શાળામાં ભેળવવાનો હુકમ કરવામાં આવતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છેઅને તંત્ર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

આ અંગે દાણાવાડા ગામનાં બ્રિજરાજસિંહ વાધેલાએ જણાવ્યુ હતુકે સ્થાનિક લેવલે કોઇપણ જાતની જાણ કરાયા વગર શાળા મર્જ કરવામાં આવી રહી છે સાથે શાળામાં સંખ્યા વધારે હોવા છતા શાળા મર્જ કરવી યોગ્ય નથી જો આવુ થશે તો જીલ્લાકક્ષાએ રજુઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...