મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે દારૂ પીવાનાં અને ઝડપાવાનાં અવાર નવાર બનાવ સામે આવે છે.સ્થાનિક પોલિસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી ટીમનાં અમરભા ગઢવી,રૂતુરાજસિંહ,અનિરૂધ્ધસિંહ,સહિતનાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમરભા ગઢવીને ખાનગી રાહે બાતમી મળી હતી.મૂળીનાં નવાનમીયા ગામે રહેતા પુષ્પરાજસિંહ પૃથ્વિરાજસિંહ પરમાર કાર મારફતે વિદેશીદારૂ બહાર પહોંચાડવામાં આવનાર છે.
જેથી ખાનગી વાહનમાં તપાસ આરંભી હતી જેમાં નવાણીયા ગામ પાસે પહોંચતા સામેથી આવતા કારને ઉભી રખાવવા પ્રયત્ન કર્યો હતો.આથી કાર પાછી વાળી નવાણીયા ગામમાં જવા દેતા પોલીસે તેનો પીછો કરતા કાર મુકી આરોપી પુષ્પરાજ પૃથ્વિરાજસિંહ પરમાર ગાડી મુકી સાંકડી ગલીનો લાભ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. જયારે કારમાં તપાસ કરતા બિયરની251 બોટલ તેમજ મોબાઇલ અને કાર સહિત 2.30 લાખનો મુદામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.