માંગ:મૂળી મામલતદાર કચેરીએ એફિડેવિટમાં સ્થાનિક કર્મચારીઓ સહી નહીં કરતા હોવાથી વકીલો લાલઘૂમ

મૂળી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળી મામલતદાર કચેરીમાં સોગંધનામામાં સહી ન થતી હોવાથી વકીલોએ રજૂઆત કરી. - Divya Bhaskar
મૂળી મામલતદાર કચેરીમાં સોગંધનામામાં સહી ન થતી હોવાથી વકીલોએ રજૂઆત કરી.

મૂળી મામલતદાર કચેરીમાં છેલ્લાં કેટલાક સમયથી એફિડેવિટ સોંગધનામામાં સ્થાનિક કર્મચારીઓ દ્વારા સહીઓ નહીં કરતા હોવાની માગ સાથે વકીલો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

મૂળી તાલુકામાં સરકારી કચેરીઓમાં જાણે રામરાજ ને પ્રજા સુખી હોય તેમ સરકારી કર્મચારીઓ અરજદારો સાથે વર્તન કરી રહ્યા છે. ત્યારે છેલ્લાં કેટલાક દિવસોથી મૂળી મામલતદાર કચેરીમાં સોગંધનામામાં જવાબદાર અધિકારીઓ દ્વારા સહી ન કરતા હોવાની અને નોટરી કરાવવાનું કહેતા હોવાની માગ સાથે મૂળી વકીલો દ્વારા મામલતદાર કચેરીએ હોબાળો મચાવી યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ હતી અને તાત્કાલિક સમસ્યા ઉકેલવા માગ કરાઇ હતી. આ અંગે વકીલો યુવરાજસિંહ, સહદેવસિંહ, ભાવેશભાઇ, ઉદયભાઇ, દિપકભાઇ, વનરાજસિંહ સહિતનાએ જણાવ્યું હતું કે છેલ્લાં 15 દિવસથી સમસ્યા સર્જાઇ છે અને જે નાયબ મામલતદારનો સહી કરવાનો વારો હોય તે સહી કરી આપતા નથી અને નોટરી કરવાનું કહી પરેશાન કરી રહ્યા છે. જેથી બધા વકીલો ભેગા મળી રજૂઆત કરાઇ હતી.

આ અંગે પ્રાતઅધિકારી સંજયભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ સ્ટાફ ઓછો હોવાથી અને ચૂંટણીની તૈયારીમાં હોવાથી સમસ્યા સર્જાઇ છે તેમ છતાં તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...