મૂળી તાલુકાનાં પાંડવરા ગામે કૌટુંબિક જેઠે પોતાની પત્નીને કોઇની સાથે આડા સબંધ બંધાવવામાં વહુનો હાથ હોવાની શંકા રાખી 10 જેટલા ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.
મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે. ત્યારે મૂળીનાં પાંડવરા ગામે રહેતા પરૂલબેન નવધણભાઇ વેગડા રવિવારે વઢવાણથી પાંડવરા ગામે આવ્યા હતા. ત્યારે તેમના જ કૌટુંબિક જેઠ પ્રવિણભાઇ રામજીભાઇ વેગડાએ તેમની પત્ની રીસામણે હોવાથી આડાસબંધ બંધાવવામાં પરૂલબેનનો સાથ હોવાની શંકા રાખી ગાળો દેવા લાગ્યા હતા. આથી પરૂલબેને ગાળો દેવાની ના પાડતા પ્રવિણભાઇ વેગડા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાની પાસે રહેલી છરી વડે પેટના ભાગે, હાથે તેમજ પીઠનાં ભાગે 10 જેટલા ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પરૂલબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. વધુ તપાસ પીએસઆઇ એસ.એસ. વરૂ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.