તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:કોરોનામાં લોકોને મદદને બદલે સરકારે મોંધવારીનો માર આપ્યો: ઋત્વિક મકવાણા

મૂળી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળીમાં કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી

આગામી સમયમાં ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્રારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. જેના ભાગરૂપે મૂળી હાઇવે પર કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિતિ ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં સરકારે લોકોની પડખે ઊભા રહી મદદ કરવાનાં બદલે મોંધવારીનાં મારથી લોકોને હેરાનગતિ આપી છે. સાથે દિવસને દિવસે વધતા વિવિધ ભાવોને નાથવા મામલતદાર ને લેખિત રજૂઆત કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

આગામી સમયમાં ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની તૈયારીનાં ભાગરૂપે મૂળી કોંગ્રેસ સમિતિ દ્વારા જાણે ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું નથી તેમ છતા પૂર્વ તૈયારી સ્વરૂપે ગામડે ગામડે જઇ લોકોને મળવા સહિતની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે મૂળી રોડ પર આવેલ વાડીમાં કારોબારી બેઠકનું આયોજન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ્યુમનસિંહ પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

જેમાં ઉપસ્થિતિ મૂળીનાં ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ જણાવ્યુ હતું કે કોરોના મહામારીમાં પ્રજાની સાથે રહેવાને બદલે સરકારે મોંધવારીનો માર પ્રજાપર આપી સામાન્ય વર્ગની કમર તોડી નાખી સાથે જો ચૂંટણી જીતવી હશે તો સંગઠન ખૂબ જ જરૂરી છે. કોઇ સમાજને લઇ જીતવા કરતા કોઇ સારા વ્યક્તિથી ચૂંટણી જીતાય તે ખૂબ જ અગત્યનું છે. તેમજ આગામી સમયમાં સંગઠિત બની કોગ્રેસને આગળ લાવવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...