તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:મૂળી મંડળીના મંત્રીએ વ્યાજ ભરવા ઉચાપત કર્યાનું કબૂલ્યું, કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં, મોં બંધ કરવા પૂર્વ પ્રમુખને અડધી રકમ આપી

મૂળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૂળી શિક્ષક સહકારી મંડળીનાં મંત્રીને પોલીસે કોર્ટમાં રજુ કરાયો હતો. - Divya Bhaskar
મૂળી શિક્ષક સહકારી મંડળીનાં મંત્રીને પોલીસે કોર્ટમાં રજુ કરાયો હતો.

શિક્ષક સહકારી મંડળી ઉચાયત કેસમાં 2 પુર્વ પ્રમુખ અને મંત્રીની ઘરપકડ બાદ રિમાન્ડ દરમિયાન મંત્રીએ આંબરડી પાસે જમીન ખરીદવા લીધેલા નાણાંનું વ્યાજ ભરવા શિક્ષકોના નામે પૈસા ઉપાડવાનું શરૂ કર્યાનું કબૂલ્યું હતું. જેમાં પૂર્વ પ્રમુખ દેવા સાભડાને 50% રકમ આપી હોવાની કબૂલાત કરતાં કેસમાં મુખ્યસૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે.

એક વર્ષ પેહલા મૂળી શિક્ષક સહકારી મંડળીમાં 96 લાખની ગેરરીતી થયાની 16 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં જીલ્લા રજીસ્ટાર ઓફિસનાં વહિવટદાર ડી.ડી.મોરી દ્વારા તમામ રેકર્ડ તપાસતા 71 સભ્યોએ મંડળી પાસે લોન લીધાનુ ધ્યાને આવતા તેમને લોનનાં હપ્તા ભરવા શિક્ષકોને નોટીસ આપતા આ રૂપિયા શિક્ષકોએ લીધા જ ન હોવાનુ ખૂલ્યું હતું. ત્યારે તે સમયનાં મંત્રી ધનજીભાઇ ચૌહાણ, 2 પુર્વ પ્રમુખ દેવાભાઇ સભાડ અને વિક્રમભાઇ સુથાર દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી 96 લાખ સિવાય 81.50 લાખની ઉચાપતનું ધ્યાને આવતા 7 જાન્યુ.એ ફરિયાદ નોંધાઇ હતી.

સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં જ દેવાભાઇ સભાડ અને વિક્રમભાઇ સુથારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જયારે મંત્રી ધનજી ચૌહાણ છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દુર હતો. ત્યારે મંગળવારે પોલીસે ધનજી ચૌહાણને ઝડપી કોર્ટમાં રજુ કરી 7 દિવસનાં રિમાન્ડ મંગાયા હતા. જેમા કોર્ટ દ્વારા પાંચ દિવસનાં રીમાન્ડ મંજુર કરાયા હતા.જેથી પોલીસે આરોપીને વિવિધ દિશામાં પુછપરછ સહિતમાં કૌભાંડ જમીન માટે વ્યાજે લીધેલા નાણાંની ભરપાઇ કરવા આચર્યુ હોવાનું કબૂલાત કરાઇ હતી. આ અંગ PSI ડી.જે.ઝાલા એ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો