સ્થાનિકોમાં આનંદની લાગણી:મૂળી હોસ્પિટલમાં ડાયાબીટીસ અને લોહિના રીપોર્ટની સેવાનો આરંભ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળી તાલુકાનાં દર્દીઓને વિવિધ તપાસ માટે સુરેન્દ્રનગર સુધી લાંબુ નહી થવુ પડે

મૂળી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ રીપોર્ટ કરવાનાં સાધનો પુરતા પ્રમાણ ન હોવાથી સારવાર લેવા માટે આવતા દર્દિઓને સારવાર ન મળતી હતી. જેથી સુરેન્દ્રનગર સુધી લાંબુ થવુ પડતુ હતુ જેથી સ્થાનિકોની ખાનગી કંપની દ્વારા હોસ્પીટલને સાધનો અર્પણ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

મૂળીમાં આવેલ સરકારી દવાખાનુ દિવસને દિવસ સુવિધાઓ વધારી રહ્યું છે. જેથી સામાન્ય વર્ગનાં લોકો માટે હોસ્પિટલ આશીર્વાદ સમાન બની ગઇ છે. મૂળી હોસ્પિટલ રોજ અનેક દર્દીઓવિવિધ સારવાર લેવા માટે આવે છે. સાથે મુખ્ય હાઇવે હોવાથી અકસ્માત સહિતનાં દર્દિઓને તાત્કાલિક સારવાર મળી રહે છે.

હોસ્પિટલમાં ડાયબિટીસનાં રીપોર્ટ કરવા, લોહીનાં વિવિધ રીપોર્ટ માટે સાધનો ન હોવાથી બહારથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હતીઅને ન છુટકે સુરેન્દ્રનગર સુધી લાંબુ થવુ પડતુ હતુ.તેમજ સેવાથી લોકો વંચિત રહેતાહતા ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરી વિવિધ સેવાશરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

જેથી હોસ્પીટલનાં ઓમદેવસિંહ ઝાલા અને તેમના સ્ટાફ દ્વારા સડલા ખાતે આવેલ વિન્ડ પાવર સ્ટેશનનાં એચ.એમ.સિન્હા સાથે મુલાકાત કરી સમગ્ર સમસ્યા અંગે વાત કરી હતી. જેથી આ સડલા વિન્ડ પાવર સ્ટેશન દ્વારા અંદાજે 3 લાખ રૂપિયા ખર્ચી નવા સાધનો વસાવી મૂળી સરકારી હોસ્પિટલ સેવાનો પ્રારંભ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ પ્રસંગે તાલુકાપંચાયત પ્રમુખ રધુભાઇ સાપરા, ઉપપ્રમુખ ઇન્દુભા પરમાર, એચ.એમ.સિન્હા, સૌરભ ભટ્ટાચાર્ય, ધર્મેન્દ્ર સોમેસરા, સંદિપસિંગ, ઓમદેવસિંહ ઝાલા, સત્યજીતસિંહ પરમાર સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...