મૂળી તાલુકાનાં વેલાળા (ધ્રા)ગામે આંબેડકરનગર વિસ્તારમાં પાણી વિતરણ થતું નથી. પરંતુ પાઇપમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિક રહીશ દ્વારા માગ કરાઇ છે. મૂળી તાલુકામાં છાસવારે પાણીને લઇ વિવિધ સમસ્યા સામે આવે છે અને લોકોને સમસ્યા ભોગવવી પડે છે.
મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે નર્મદાનું પાણી છેલ્લાં ઘણા સમયથી આવતુ નથી. પરંતુ નળની લાઇનમાં મોટર ચાલુ કરવામાં આવે ત્યારે ગટરનું દૂષિત પાણી આવતું હોવાથી કોઇ ગંભીર બીમારી સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરાઇ છે. અને પીવા માટે અને વાપરવા માટે પાણી આપવામાં આવે તેવી સ્થાનિક રહીશો માગ કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકો હિતેશભાઇ, હરજીવનભાઇ સહિતનાં દ્વારા જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક સમયથી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી.પરંતુ હાલ નળ કનેકશન સાથે ગટરનુ મિશ્રિત થાય છે અને નળમાં આ પાણી આવતું હોવાથી બીમારીમાં લોકો સપડાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.