ફરિયાદ:મૂળી તાલુકાના રામપરડા ગામે નર્મદા લાઇનમાં પાણી ચોરી કરતાં ગેરકાયદે કનેક્શનો દૂર કરાયા

મૂળી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં રામપરડા ગામે ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દૂર કરાયા હતા. - Divya Bhaskar
મૂળીનાં રામપરડા ગામે ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોનાં કનેક્શનો દૂર કરાયા હતા.
  • 2 કનેક્શનમાં 125 એમએમ લાઇન તોડી કનેક્શન લેવાયાં : અધિકારી

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1500 જેટલા ગામોને પીવાનું પાણી પૂરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ચેકિંગ કરી રામપરડા ગામેથી 125 સાઇઝમાં હોલ કરી પાણી લેતા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. નર્મદા વિભાગનાં કર્મચારી દ્વારા એક સાથે 3 કનેક્શનમાં ગેરરીતિ પકડી લેવાઇ છે. તેમાં તપાસ કરતા પ્રતિદિન 22.68 એમ એલ ડી પાણીની ચોરી થતી હોવાનું ખૂલવા પામ્યું હતું. જેથી ત્રણેય કનેક્શન કોના છે સહિતની તપાસ આરંભી છે.

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે હાલ પાણી જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા નર્મદા વિભાગનાં કાર્યપાલક કોમલબેન અડાલજા તેમજ સ્થાનિક સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં રામપરડા ગામે ચેકિંગ હાથ ધરી હતી.

મુખ્ય લાઇનમાં 125 mm જેટલા મોટા હોલ કરી ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેકશનો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પાણી ચોરી બાબતે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...