ખેડૂતોની બેઠક:જો પાણી નહીં મળે તો આવનારી પેઢી દુ:ખી થશે: ખેડૂત આગેવાનો

મૂળી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં ખંપાળીયામાં ખેડૂતો દ્વારા બેઠકનું આયોજન કરાયું. - Divya Bhaskar
મૂળીનાં ખંપાળીયામાં ખેડૂતો દ્વારા બેઠકનું આયોજન કરાયું.
  • રેવા આંદોલન મૂળીના ખંપાળિયામાં ખેડૂતોની બેઠક

મૂળી તાલુકામાં નર્મદાનું પાણી નથી મળતું ત્યારે કેટલાક દિવસોથી ખેડૂતો દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે. આ આંદોલનને લઇ મૂળીના ખંપાળિયા ગામે પણ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.

મૂળી તાલુકામાં હંમેશા પાણીની તંગી રહી છે અને મૂળી તાલુકામાંથી 3-3 લાઇન પસાર થતી હોવા છતાં પિયત માટે પાણી મળી ંરહ્યુ નથી. ત્યારે મૂળી તેમજ વઢવાણ અને ધાંગધ્રા તાલુકાનાં ખેડૂતો પાણી મળે તે માટે કેટલાક સમયથી જાગૃત થયા છે. અને ગામો ગામ બેઠકો કરવામાં આવી રહી છે.

મૂળીનાં ખંપાળિયા ગામે રાજુભાઇ કરપડાની અધ્યક્ષસ્થાને ખેડૂત બેઠકનું આયોજન કરાયું હતું. અને અન્ય તાલુકાનાં ખેડૂતો આપણને પ્રોત્સાહન આપતા હોયતો આપણા તાલુકાનાં ખેડૂતો કેમ બહાર આવતા નથી. તેમજ જો આગામી સમયમાં પાણી નહીં હોય તો તમારા બાળકો દુ:ખી થશે તેમ જણાવી ખેડૂતોને આગામી સમયમાં પાણી માટે એકસંપ કરી રજૂઆત કરવા સાથે રહેવા આહવાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...