ખનિજચોરી:મૂળીના કરશનગઢ પાસે ખનિજચોરી કરતું હિટાચી મશીન જપ્ત કરાયું, 30 લાખથી વધુનો મુદામાલ સીઝ કરાયો, ખાણખનિજ ને જાણ કરાઇ

મૂળી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં સરા અને આંબરડી રામપર આસપાસનાં ગામોમાં કાબોૅસેલ અને ફાયરક્લે વિપુલ પ્રમાણમાં મળી આવેછે.ત્યારે આ ખનિજને કોઇપણ જાતની પરવાનગી વગર સ્થાનિક તંત્રની મીલી ભગતથી ખુલ્લેઆમ વહન કરવામાં આવી રહયું છે.જયારે નિચેથી ઉપરનાં લેવલે મોટા પાયે લ્હાણી થતી હોવાથી ગૌચરની જમીનમાં ઠેરઠેર ખાડાઓ કરી દેવામાં આવતા તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે મૂળી પોલીસ દ્રારા   કરશનગઢપાસે દરોડો કરી હિટાચી મશિન ખનિજ  સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાતા ભુમાફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે. મૂળી પંથકનાં પેટાળમાં ખુબજ માત્રામાં ખનિજ ધરબાયેલુ છે. જેમાં કાબોૅસેલ, ફાયરક્લે, રેતી, માટી સહીતનો સમાવેશ થાયછે. ત્યારે આ ખનિજ મેળવવા ખાણખનિજ વિભાગ પાસે મંજુરી લેવાની હોય છે. જેમાં અમુક હીસ્સો સરકારી દફતરે જમાં કરાવવો પડે છે. મૂળી તાલુકાનાં સરલા ભેટ રાણીપાટ કરશનગઢ સરા આંબરડી રામપર ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં સફેદ માટી અને ફાયરક્લે મળી આવેછે ત્યારે આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનિજનું ખોદકામ અને વહન થઇ રહયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જયારે આ ખોદકામ મુખ્યત્વે ગૌચર જમીનમાં જ કરાતુ હોવાથી પશુપાલકો પર તેની ભારે અસર પડી રહી છે. આ સમગ્ર વિસ્તારમાં જે.સી.બી.તેમજ ચરખીની મદદ દ્વારા બેફામ રીતે તંત્રની મીલી ભગતથી ખનન અને વહન કરવામાં આવી રહ્યુ હોવાની માહિત સરા આઉટ પોસ્ટનાં પી એસ આઇ વાય આર જોષીને મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી જેમાં હિટાચી મશીન સહિત ૩૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...