તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:મૂળી ગ્રામપંચાયત કચેરીમાં સ્ટાફના અભાવે પરેશાની

મૂળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3ના મહેકમ સામે એક જ તલાટી, અનુકૂળતાએ જતા રહેતા હોવાની રાવ

મૂળીની સરકારી કચેરીઓમાં સવારે 10:30થી સાંજે 6નો ટાઇમ હોવા છતાં કેટલાક કર્મીઓ મોડા આવે છે અને સાંજે 5 વાગ્યા પહેલા જતા રહેતા હોવાથી કામ અર્થે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જયારે પંચાયતમાં ત્રણ તલાટીની મહેકમ હોવા છતા માત્ર એકજ તલાટી હોવાથી વહિવટને અસર પહોંચે છે. આથી જવાબદાર તંત્ર દ્રારા તલાટી વધુ મુકી કાર્યવાહી કરાય તેવી આમ આદમી પાર્ટીનાં મહામંત્રી અજીતસિંહ પરમાર દ્રારા તાલુકા અને જીલ્લાકક્ષાએ રજુઆત કરી છે.આ અંગે અનિરુદ્ધસિંહ પરમાર, રમેશભાઇ સહિતનાંઓએ જણાવ્યું હતું કે, અમે દશ વાગ્યાનાં અંહી કામ અથેૅ આવ્યા છીએ અને હાલ બાર વાગ્યા છે તેમ છતા હજુ સુધી તલાટી આવ્યા નથી અને અમારે બેસવાનો વારો આવ્યોછે .સ્થાનિક અજીતસિંહ પરમારે જણાવ્યુ હતુકે પંચાયતમાં કેટલાક સમયથી સ્ટાફની અછતનાં કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે યોગ્ય કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો