તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમધક્કા:મૂળીમાં પ્રથમ દિવસે જ કનેક્ટિવિટી ખોરવાતાં અરજદારો પરેશાન

મૂળી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીમાં કનેક્ટિવિટી ખોરવાતા લોકો પરેશાની - Divya Bhaskar
મૂળીમાં કનેક્ટિવિટી ખોરવાતા લોકો પરેશાની
  • લોકોનાં સરકારી કામો અટકી પડતાં ધરમધક્કા

મૂળીમાં કેટલાક સમયથી કોરોના મહામારીનાં કારણે એટીવીટી બંધ હતી. ત્યારે સોમવારે શરૂ કરાતા પ્રથમ દિવસે જ કનેક્ટિવિટી ખોરવાતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સરકારી કામો અટકી પડતા લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

મૂળીમાં આવેલી એટીવીટી સેન્ટર દોઢ મહિનાથી કોરોના મહામારીનાં કારણે બંધ હતુ. ત્યારે સોમવારે પ્રથમ દિવસે ખોલવાનો નિર્ણય કરાયો હતો. પ્રથમ દિવસે જ ઓફીસમાં કનેક્ટિવિટી ન હોવાથી લોકોને મુશ્કેલી પડતા સરકારી કામો ખોરભે ચડ્યા હતા. ગામડામાંથી આવેલા લોકોનાં કામો ન થતા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

વિદ્યાર્થીઓના એડમિશનમાં આવકનાં દાખલા જાતિનાં દાખલા, વિધવા પેન્શન, રેશનકાર્ડ સહિતની કામગીરીમાં હોવાથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અરજદારો માંગ કરી રહ્યા છે. આ અંગે સરલા સરા સહિતનાં ગામોમાંથી આવેલા હિતેન્દ્રસિંહ, રમિલાબેન, અરજણભાઇ સહિતનાંઓએ જણાવ્યું હતું કે હમણાથી બંધ હતું અને સોમવારે કનેક્ટિવિટી ન હોવાથી ધક્કો ખાવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...