તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં અગાઉ રૂ 96 લાખની ઉચાપતનો મામલો સામે આવ્યા બાદ તાજેતરમાં વધુ તપાસમાં 70 શિક્ષકોને વહિવટદાર દ્વારા નોટીસ આપી નાણા ભરપાઇ કરવા જણાવ્યુ હતુ. જેથી ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂ. 96 લાખ સહિત વધુ 81.50 લાખની ઉચાપત કર્યાનુ ધ્યાને આવતા બે પૂર્વ પ્રમુખ તેમજ મંત્રી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે બન્ને પૂર્વ પ્રમુખની ધરપકડ કરી હતી. જયારે મંગળવારે 1 વર્ષથી ફારા મંડળીના મંત્રીની સરા પંથકમાંથી ધરપકડ કરવામાં આવી છે.
બે વર્ષ પહેલા એક શિક્ષીકાને લગ્નમાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા મંડળી પાસે નાણા ન હોવાનુ ખુલવા પામ્યુ હતુ. જેથી તે સમયે પ્રમુખ મંત્રી તેમજ કારોબારો સભ્ય સહિત 16 શખ્સો સામે 96 લાખની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં શિક્ષક મંડળીનાં વહિવટદાર દ્વારા નાણા ભરવા માટે 70 શિક્ષકોને નોટીસ અપાતા તમને લોન લીધ જ હોવાનુ જણાવતા તપાસમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી મંડળીનાં પુર્વ પ્રમુખ દેવાભાઇ સભાડ અને વિક્રમભાઇ સુથાર તેમજ મંત્રી ધનજીભાઇ ચૌહાણ સામે વધુ 81.50 લાખની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
જેમાં બન્ને પુર્વ પ્રમુખની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા. જયારે મંત્રી ધનજી ચૌહાણ છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દુર હતો. ત્યારે મંગળવારે પીએસઆઇ ડી.જે. ઝાલા, વિશુભા, રોહિતભાઇ રાઠોડ, હરદેવસિંહઝાલા, અશોકસિંહ પરમાર દ્વારા વોચ ગોઠવી ધરપકડ કરી હતી. પોલીસે ધનજી ચૌહાણને કોરોના રીપોર્ટ તેમજ કોર્ટમાં રજુ કરવાની કામગીરી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.