આયોજન:હવેથી ટીકર ગામ મારું, ટીકરનો હું થઇ ગયો: કેન્દ્રીય મંત્રી મુંજપરા

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીકર ગામને સાંસદે દત્તક લીધું.  - Divya Bhaskar
ટીકર ગામને સાંસદે દત્તક લીધું. 
  • સાંસદે મૂળી તાલુકાના ટીકર ગામને દત્તક લીધું

મૂળી તાલુકાનાં ટીકર ગામને સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા દત્તક લેવાયું છે. રવિવારે સાંજે આદર્શ ગ્રામ યોજાના થકી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી કામો કરવાની અને ગામનો સહકારની જરૂર પડ્યાનું સાંસદ દ્વારા જણાવાયુ હતુ. સાથે વિકાસલક્ષી કામોનાં લોકાર્પણ અને ખાત મુહુર્ત કરાયા હતા.

મૂળી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. સાંસદ દ્વારા 5 ગામો દત્તક લઇ વિવિધ કામો કરવાનાં હોય છે. જેમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા મૂળીનું ટીકર ગામ દત્તક લેવાયું છે. આદર્શ ગ્રામયોજનાં થકી વિકાસલક્ષી કામો કરવાની ન સાથે રવિવારે સાંજે પ્રાથમિકશાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં હાજર રહેલા મહેન્દ્ર મુંજપરાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે હવેથી હું ટીકરનો થયો અને મારું ટીકર થયું. ટીકરને કોઇપણ યોજના ઝડપથી મળતી થશે. સાથે આગામી સમયમાં થનાર વિકાસનાં કામો અંગે માહિતિ આપી હતી. વિવિધ કામોનાં લોકાર્પણ અને ખાત મુહર્ત કરાયા હતા.

આ પ્રસંગે પૂર્વ પ્રમુખ રાજભા પરમાર, બ્રિજરાજસિંહ વાધેલા, તાલુકાપંચાયત પ્રમુખ રધુભાઇ સાપરા, ઉપપ્રમુખ ઇન્દુભા પરમાર, ભુપેન્દ્રસિંહ પરમાર, નિરૂભા પરમાર, મુગટભાઇ પટેલ, ટેમુભા, સરપંચ સંજયસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશદાન ગઢવી, મામલતદાર હર્ષ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...