તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળી એમ.ડી.આર કન્યાશાળા ખાતે માર્ગ સલામતિ માસ ઉજવણી સંદર્ભે સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિતિ મોટીવેશનર દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને ટ્રાફિક નિયમો તેમજ શિક્ષણને લઇ માર્ગદર્શન અપાયુ હતુ. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.
લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકનાં નિયમો અનુસરે અને અકસ્માતોનુ પ્રમાણ ઘટે તે માટે પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓના માર્ગદર્શન અને ડીવાયએસપી એચ.પી.દોશીની સુચના હેઠળ “32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2021” ઉજવણી અંતર્ગત વાહન ચાલકોમા ટ્રાફિક જાગૃતી આવે તે સારૂ મૂળી એમ.ડી.આર કન્યાશાળામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા સાથે ટ્રેનર મિતલબા પરમાર દ્વારા ટ્રાફિક નિયમો અને શિક્ષણને લઇ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમા મોટીવેશન મિતલબા દ્વારા જણાવાયુ હતુ કે પોલીસથી બચવા નહી પરંતુ પોતાના પરિવાર અને પોતાના માટે ટ્રાફિક નિયમો પાળવા ખુબજ જરૂરી છે. સાથે શિક્ષણમાં એકાગ્રતા અને રસ રૂચિથી મેળવેલુ શિક્ષણ હંમેશા યાદ રહે છે. જયારે સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર વિજેતાને શિલ્ડ અને પ્રમાણ સાથે હરીફાઇમાં ભાગ લેનાર બહેનોને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મૂળી પીએસઆઇ ડી.જે.ઝાલા, શાળાનાં આચાર્ય અમિતાબેન રાવલ, મહિલા પોલીસ માધવીબેન,રીંન્કુબેન હાજર હતાં.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.