આક્રોશ:સરલામાં વારંવાર વિજતાર તુટતા અકસ્માતનો ભય, યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

મુળી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરલામાં રામપરડા બાજુ જતી ખેતી કનેકશનની જૂની વીજલાઇન રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી હોવાથી અવારનવાર તુટવા સહિતનાં બનાવો બને છે ત્યારે કોઇ અણબનાવ બને તે પહેલા યોગ્ય કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

મૂળી તાલુકાનાં અનેક ગામોમાં વિજકંપનીએ આડેધડ વિજપોલ ઉભા કરી દીધાની રાવ ઉઠી છે. ત્યારે સરલામાં રહેણાંક વિસ્તારમાંથી રામપરડા બાજુ જતી લાઇનના વર્ષો જુના તાર અવારનવાર તૂટતા અણબનાવ બને તે પહેલા તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. આ અંગે નારાયણભાઇ પટેલ, રમેશભાઇ, હરજીભાઇ સહિતનાંએ જણાવ્યુ હતુ કે, આ લાઇન ગામ બહારથી લઇ જઇ શકાય તેમ છે છતા રહેણાંક વિસ્તારમાંથી પસાર કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...