ખેડૂતોમાં ભય:મૂળીના નવાણીયા વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ભય

મુળી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોમાં ભય ફેલાવાના કારણે ખેતરોમાં જવાનું ટાળે છે

મૂળી તાલુકાના નવાણીયા ,રામપરા નળીયા બાજુ આવેલ વાડી વિસ્તારમાં દિપડો દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો.જયારે તંત્ર દ્વારાદિપડો ઝડપી લેવાય તેવી ખેડૂતો એ માંગ કરાઇ છે. મૂળી સહિત આસપાસનાં ગામોમાં અગાઉ અવાર નવાર દિપડો દેખાવાનાં બનાવો બની ચુક્યા છે. તેમજ ચાર પાંચદિવસથી રામપરા સહિત આસપાસનાં ગામોમાં દિપડો હોવાની વાત વહેતી થતા ફોરેસ્ટ વિભાગ દ્વારા પીંજરૂ મુકવા સહિતની કામગીરી હાથ ધરી હતી.હાલ મૂળી તાલુકાનાં નવાણીયા ગામે આવેલ વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનુ મોઝુ ફરી વળ્યુ હતુ. અને દિપડાનાં ડરનાં કારણે ખેડૂતો ખેતરમાં જવાનુ ટાળી રહ્યા છે.

જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.આ અંગે ગોપાલસિંહ,નિકીરાજસિંહ સહિતનાંએ જણાવ્યું હતુકે ગુરૂવારેસાંજનાં સમયે દિપડો દેખાયો હતો.જેથી અંગે વનવિભાગનને જાણ કરાતા શુકવારે વનવિભાગની ટીમ દ્વારા વિવિધ દિશાનાં તપાસ આરભી છે.તંત્ર દ્વારા દિપડાને પકડી કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.આ અંગે વનવિભાગનાં કર્મચારી જે વી ગાંગડીયા ,પરાક્રમસિંહ પરમાર,મેરૂભાઇએ જણાવ્યુ હતુકે હાલ દિપડો હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી તેમ છતા આસપાસનાં વિસ્તારમાં પંજાનાં નિશાન શોધવા સાથે વિવિધ દિશામાં તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...