તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મૂળીના નાયકા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ

મૂળી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
નાયકા ડેમમાંથી પાણી ન છોડાતા ખેડૂતોને મુશ્કેલી. - Divya Bhaskar
નાયકા ડેમમાંથી પાણી ન છોડાતા ખેડૂતોને મુશ્કેલી.
 • ઉનાળુ પાક લઇ શકે તે માટે કરી રજૂઆત

મૂળી તાલુકાનાં નાયકા પાસે આવેલ ડેમમાં તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવાની વાતો કરાઇ છે. પરંતુ હજુ સુધી પાણી નંખાયુ નથી ત્યારે હાલમાં ઉનાળુ પાકો નું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ નાયકા ડેમ દ્રારા પાણી ન છોડાતા મૂળી ના છ ગામનાં ખેડૂતોની હાલત ખરાબ છે. ત્યારે તંત્ર દ્વારા પાણી છોડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.આ વર્ષે સમગ્ર ઝાલાવાડમાં વરસાદ વધુ પ્રમાણમાં પડતા પહેલી સિઝન ખેડૂતો માટે નુકશાનમાં જઇ છે. અને હજુ મોટાભાગના ડેમો અને તળાવો ભરેલા છે. ત્યારે ઉનાળુ પાકનુ ખેડૂતો દ્રારા વાવેતર પણ કરી દેવાયુ છે.

જેમા મૂળી તાલુકામાં આવેલ નાયકા ડેમમાંથી કેનાલ મારફતે 6 જેટલા ગામોને પાણી પહોચાડવામાં આવે છે. અને 600 હેકટર જમીન તૂપ્ત થાય છે. સમગ્ર જીલ્લામા ઉનાળુપાકની તૈયારીઓ શરૂ કરાઇ છે. ત્યારે મૂળીનાં 6 ગામ કુકડા ગૌતમગઢ, મૂળી, ગોદાવરી, શેખપર, દિગસર સહિતમાં પાણીનાં અભાવે ઉનાળુ પાક લેવો મુશ્કેલ છે ત્યારે તંત્ર દ્રારા કેનાલ મારફતે પાણી છોડવા જીલ્લાકક્ષાએ રજુઆત કરાઇ છે. આ અંગે ખેડૂતો ધીરેન્દ્રસિંહ, અજય સિંહ સહિતનાંઓએ જણાવ્યું હતું કે હજુ ડેમમાં પાણી 12 ફુટ જેટલુ છે. જેથી કેનાલ મારફતે પાણી અપાય તે માટે જીલ્લા કક્ષાએ રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો