તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કલી:મૂળીનાં 12 ગામમાં આજે પણ નર્મદાનું પાણી ન પહોંચતા પરેશાની

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંપાળિયામાં લાખોના ખર્ચે બનાવેલો સમ્પ, મોટરની ઓરડી નજરે પડે છે. - Divya Bhaskar
ખંપાળિયામાં લાખોના ખર્ચે બનાવેલો સમ્પ, મોટરની ઓરડી નજરે પડે છે.
  • ઉનાળામાં લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે

મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે. જેમાં પીવાનાં પાણીની સમસ્યા મહત્વની છે. જયારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ જ હોવાનું ધ્યાને આવ્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા મૂળી તાલુકામાં તપાસ કરાતા કેટલાક ગામોમાં પીવા માટે નર્મદાનું પાણી મળે છે ? તેની તપાસ અને માહિતી મેળવતા પાણી પુરવઠા નર્મદાના ચોપડે મૂળી તાલુકાનાં 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કાંઇક જુદી જોવા મળી હતી.

જેમાં મૂળીનાં ખંપાળીયા, પલાસા, ગઢડા, આસુન્દ્રાળી, વેલાળા, ખાખરાળા, રાયસંગપર, માનપર સહિતનાં 10થી વધારે ગામોમાં આજે પણ નર્મદાનું પાણી મળતું ન હોવાથી લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. જયારે તંત્ર વધારે ગામો દેખાડી શું સાબિત કરવા માંગે છે તે સમજાતુ નથી અને લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે છે.

સંપનો ખર્ચ પાણીમાં
જે સમયે પીવાનાં પાણીની પાઇપલાઇન નખાઇ ત્યારે દરેક ગામોમાં પાણી સંગ્રહ માટે સંપ બનાવાયા હતા. જેથી ગ્રામજનોને આશા હતી કે આટલો ખર્ચ કર્યો છે તો પાણી મળશે જ. પરંતુ આ સંપનો હાલ ઉપયોગ ન થતા આ ખર્ચ જાણે પાણીમાં ગયો હોવાનો ઘાટં સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...