તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:દાણાવાડા અને દાધોળીયા મારામારીના 3 બનાવ દાખલ

મૂળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વાલ્વમેન પર હુમલો કરી ધમકી અપાઇ
 • દાધોળીયામાં બાઇક સાઇડમાં લેવા મુદ્દે બોલાચાલી કરી લાકડીથી હુમલો કરતાં ઇજા

મૂળી તાલુકામાં મારામારીનાં બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ મૂળીનાં દાણાવાડા ગામે બે બનાવ તેમજ દાધોળીયામાં એક બનાવથી ચકચાર ફેલાઇ છે.મૂળીનાં દાણાવાડા ગામે હેમતભાઇ પારધીનો પુત્ર દિગસર ચોકડી પાસે હતો ત્યારે જીણાભાઇ જીલાભાઇ રબારીએ ઠપકો આપતાં હેમતભાઇ ઘરે જતા જીણાભાઇ અશ્વિનભાઇ, તેમજ ચિંતનભાઇ રબારીએ મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

જયારે અન્ય એક બનાવમાં નર્મદાની લાઇનમાં પાણી ચોરી બાબતે લાઇનમેન જયપાલસિંહ પરમારને દાણાવાડા પાસે અમૃતભાઇ પ્રભુભાઇ પટેલ તેમજ વાસુદેવભાઇ ભગવાનભાઇ દલસાણીયા પાણી ચોરી કરતા હોવાથી તેમનુ ઉપરાણુ લઇ પ્રવિણભાઇ જેરામભાઇ કોળી વાલ્વમેન જયપાલસિંહને ગાળો આપી ધમકી અપાતા ફરિયાદ નોંધાઇ છે.

ત્રીજા બનાવમાં દાધોધીયામાં અશોકભાઇ બચુભાઇ પ્રજાપતિ ટ્રેક્ટર લઇ જતા હતા ત્યારે ગામનાં ખુરાભાઇ રોડ વચ્ચે ઉભા હોવાથી બાઇક સાઇડમાં લેવાનુ કહેતા વિઠ્ઠલભાઈ ગંગારામભાઇ ઝેઝરીયા, મહેશભાઇ નાગજીભાઇ ઝેઝરીયા અને ખુરાભાઇ દ્વારા લાકડી મારી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો