હાલાકી:મૂળી તાલુકાને 30 ગામોથી જોડતા સરા રોડ પર અધૂરા કામથી ચાલકો પરેશાન

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળી સરલા સરા રોડ પર ઠેરઠેર ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. - Divya Bhaskar
મૂળી સરલા સરા રોડ પર ઠેરઠેર ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.
  • રોડ ઉખાડી કપચી નાખ્યા બાદ જૈસે થૈ કામગીરીથી પરેશાની

મૂળીના સરલા સરા રોડ બન્યાને થોડો સમય માંડ થયો હતો ત્યાં જ ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા. ત્યારે 2 મહિના પહેલા કામગીરી શરૂ કરાઇ હતી. પરંતુ રોડ ખોદીને મુક્યા બાદ જૈસે થૈ રોડ રહેતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે. મૂળી સરલા સરા રોડ બન્યાને ટૂંક સમયમાં જ આ રોડમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા. જ્યારે આ રસ્તા પર મૂળી તાલુકાનાં મોટાભાગનાં ગામને જોડતો માર્ગ હોવાથી સતત ટ્રાફિક વાહનોનું રહે છે. ત્યારે હાલમાં થોડા સમય પહેલા તંત્ર દ્વારા સરલાથી સરા રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે.

પરંતુ 2 મહિનાથી રોડ તોડી જૈસે થૈ કામગીરી રખાતા આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ અને નાળા પર મોટી કડો તેમજ કપચી હોવાથી વાહન ચાલકોને ભારે હાલકી ભોગવવી પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા છે.

આ અંગે વાહનચાલકો શેખભાઇ, મયૂરસિંહ સહિતનાઓએ જણાવ્યું કે આ રોડ છેલ્લા ધણા સમયથી બિસમાર હતો જ જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી પરંતુ હાલ અધૂરી કામગીરીથી અનેક વખત અકસ્માતો સર્જાય છે તેમજ વાહનમાં નુકસાન પણ આવી રહ્યું છે. જેથી આગામી સમયમાં કોઇ મોટી ઘટના બને તે પહેલા યોગ્ય કરાય તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...