મૂળી કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ઉપ પ્રમુખને બેસવાનું સ્થાન ન મળવા બાબતે સોશિયલ મીડિયામાં ધમાસાણ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા સાથે ચકચાર ફેલાઇ જવા પામી છે.
હાલ કોઇપણ મેટરમાં રાજકીય રંગ પકડવાને જરા પણ વાર લાગતી નથી. ત્યારે રવિવારે મૂળી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખને બેઠકમાં સ્થાન ન મળ્યું હોવાનો ફોટા સાથે બારીમાં ઊભા રહેવુ પડ્યું સાથે જમવામાં ખૂટ્યું અને હોટેલોમાં લાઇન થઇ હોય તેવા પોસ્ટ સાથે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે રાજકારણ ગરમાયું છે.
આ અંગે તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ વલકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન માટે બહારથી મહેમાનોને બોલાવાયા હતા. જેથી તેમને બેસવા સ્થાન આપવું આપણી સંસ્કૃતિ છે. તેમજ પ્રમુખ પણ વિવિધ કામગીરીને લઇ બેઠક પર બેસી શક્યા નહોતા ખોટી ચર્ચાઓ થાય છે જેનો કોઇ મતલબ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.