તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મૂળીના વાસાણી-પામાં ગંદકીની અનેક વખત રજૂઆત કરાઈ છે: સ્થાનિકો

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં વાસણી-પાવિસ્તારમાં ગંદકીથી પરેશાની. - Divya Bhaskar
મૂળીનાં વાસણી-પાવિસ્તારમાં ગંદકીથી પરેશાની.

મૂળીનાં વાસાણી-પા વિસ્તારમાં રહેણાંક મકાન પાસે છેલ્લાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજય છે. ત્યારે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. અને જો કાર્યવાહી નહીં કરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારાતા ચકચાર ફેલાઇ છે.

સ્થાનિક અગ્રણી અજિતસિંહ પરમાર દ્વારા તાલુકા કક્ષાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અહીં છેલ્લાં કેટલાક સમયથી ગંદકી વધારે પ્રમાણમાં છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા અનેક વખત રજૂઆત કરી તેમ છતા કોઇ જ કાર્યવાહી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...