સંત સમેલન:રાજસત્તાનો દુરુપયોગ ન થાય તે માટે ધર્મસત્તા જરૂરી: ડી જી વણઝારા

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં દુધઇ વડવાળા મંદિરે સંત સમેલન યોજાયું હતું. - Divya Bhaskar
મૂળીનાં દુધઇ વડવાળા મંદિરે સંત સમેલન યોજાયું હતું.
  • દુધઇ વડવાળા મંદિરે ગુરુવંદના મંચ દ્વારા સંત સમેલન યોજાયું

મૂળી તાલુકાનાં દુધઇ વડવાળા મંદિરખાતે ગુરૂવંદના મંચ દ્વારા સંતસમેલનનું આયોજન કરાયું હતું.જેમાં સમગ્ર જીલ્લામાંથી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિતિ રહ્યાહતાજેમાં પૂર્વ આઇપીએસ ડી.જી.વણજારાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે રાજસત્તાનો દુરુપયોગ ના થાય તે માટે ધર્મસત્તા સ્થપાય તે માટે સમગ્ર ગુજરાતનાં સંતો સાથે સંત મિલનનું આયોજન કરાયું છે.

કેટલાક સમયથી પૂર્વ આઇપીએસ સમગ્ર રાજ્યનાં સંતોને સાથે રાખી રાજસત્તામાં ધર્મ ભળે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી ખૂબ જ જરૂરી છે તે વિષય અનુસંધાને ગુરૂવારે મૂળી તાલુકાનાં દુધઇ ગામે આવેલ પ્રખ્યાત વડવાળા મંદિરે મહંત રામબાલકદાસજીની અધ્યક્ષતામાં ગુરૂવંદના મંચ દ્વારા સંત સમેલનનું આયોજન કરાયું હતું. આગામી સમયમાં યોજાનાર હિન્દુ ધર્મસભા મહાકુંભ, આધુનિકભારતની સમાજ વ્યવસ્થા,ધર્મનિરપેક્ષ સહિતનાં મુદે ચર્ચા કરાઈ હતી. જેમાં ડી.જી.વણજારા દ્વારા સભાને સંબોધતા જણાવ્યું હતું કે રાજસત્તાનો દુરુપયોગના થાય તે માટે ધર્મસત્તાની સ્થાપનાં ખૂબ જ જરૂરી છે. સાથે અગાઉ રાજાશાહીમાં પણ કોઇપણ કાર્ય ધર્મગુરૂને પૂછીને સલાહ દ્વારા કરાતું તેમજ અત્યારે જેવું રાજકારણ ચાલે છે તે જોતા આપણી ત્રીજી પેઢી સલામત નહી રહેવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે બંસીદાસબાપુ, એસ પી સ્વામી જનકસિંહ બાપુ, સહિત સમગ્ર જીલ્લ‍ામાંથી ગુરૂવંદના મંચનાં અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...